Ahmedabad: 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનુ થશે રસીકરણ, રજીસ્ટ્રેશન માટે અમદાવાદમાં શરૂ કરાયા સેન્ટર

|

Apr 29, 2021 | 11:28 AM

રસીકરણના રજીસ્ટ્રેશન માટે અમદાવાદમાં સેન્ટર શરૂ કરાયા છે. ભાજપ તથા સ્થાનિક સંગઠનોના માધ્યમથી રજીસ્ટ્રેશન સેન્ટર શરૂ કરાયા છે.

અમદાવાદ: 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનુ રસીકરણ થઈ શકશે. રસીકરણના રજીસ્ટ્રેશન માટે અમદાવાદમાં સેન્ટર શરૂ કરાયા છે. ભાજપ તથા સ્થાનિક સંગઠનોના માધ્યમથી રજીસ્ટ્રેશન સેન્ટર શરૂ કરાયા છે. ગઈકાલથી અત્યાર સુધી દેશભરમાં 83 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અનેકવાર સિસ્ટમ ડાઉન થવાના કારણે રજીસ્ટ્રેશન ના થતુ હોવાની ફરિયાદ પણ હતી. હાલ રજીસ્ટ્રેશન સેન્ટર પરથી સમગ્ર પ્રોસેસ કરી આપવામાં આવે છે. જો પ્રોસેસ ના થાય તો તમામ વિગતો લેવામાં આવે છે અને જ્યારે સર્વર શરૂ થાય ત્યારે એન્ટ્રી કરી શકાય.

 

આ પણ વાંચો: આ ઘટના ચમત્કારથી કમ નથી: કોરોના પોઝિટિવ માતાએ જુડવા બાળકીઓને જન્મ આપ્યો, બાળકીઓ નેગેટીવ

Next Video