Covid-19 : કોરોનાનો નેગેટિવ રિપોર્ટ કાઢી આપતા દલાલો, વીડિયો થયો વાયરલ

|

Mar 12, 2021 | 4:19 PM

Covid-19 : કોરોનાનો કપરો કાળ હજી વિત્યો નથી. આ આફતને અવસરમાં ફેરવતા દલાલો હાલ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દલાલો સેમ્પલ લીધા વિના જ, તમે કોરોના નેગેટિવ છો તેવો રિપોર્ટ કાઢી આપે છે.

Covid-19 : કોરોનાનો કપરો કાળ હજી વિત્યો નથી. આ આફતને અવસરમાં ફેરવતા દલાલો હાલ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દલાલો સેમ્પલ લીધા વિના જ, તમે કોરોના નેગેટિવ છો તેવો રિપોર્ટ કાઢી આપે છે અને આ માટે આ દલાલો તમારી પાસેથી 1100 રૂપિયાથી 1500 રૂપિયા સુધીની રકમ પડાવે છે. આમ તો માનવામાં ન આવે પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે આ દલાલની પોલ ઉઘાડી પાડી છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દલાલને મળે છે અને તેને પૈસા આપીને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લેવા માટે મનાવે છે અને તેને નાણા પણ ચૂકવે છે અને તેની સામે આ દલાલ તે વ્યક્તિને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પણ આપે છે.

Next Video