Vadodara: વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓક્સિજનની અછત નિવારવા 4 હંગામી ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા

|

May 08, 2021 | 11:45 AM

વડોદરામાં 4 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા છે. વ્રજ ધામ, SSG હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને નરહરિ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

ઓક્સિજનની અછત નિવારવા માટે વડોદરામાં 4 હંગામી ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા દાતાઓની મદદથી રૂપિયા 1.25 કરોડથી વધુના ખર્ચે વડોદરામાં 4 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા છે. વ્રજ ધામ, SSG હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને નરહરિ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

વ્રજધામ ખાતે ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટમાંથી દર કલાકે 10 હજાર લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે, તો SSG હોસ્પિટલ ખાતે ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટથી દર કલાકે 25 હજાર લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. મહત્વનું છે કે, આ ચારેય પ્લાન્ટનું મુખ્યપ્રધાન દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કરવામાં આવશે.

Next Video