કપાસની ખેતી કરતા ખેડૂતો માટે કપાસની વીણીનું મશીન, સુરેન્દ્રનગરના ખેડૂતની નવિનત્તમ શોધ

|

Dec 31, 2020 | 7:22 PM

ગુજરાતના ધરતીપુત્ર નટુભાઇ વાઢેરે કરી છે કમાલ. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના એરવાડા ગામના નટુભાઇએ કપાસ વાઢવાનું બનાવ્યું છે મશીન. 10 વર્ષ રાત-દિવસની મહેનત બાદ ટ્રેક્ટરથી ચાલતુ કપાસ વીણવાનું મશીન બનાવી કૃષિક્ષેત્રે ક્રાંતિકારી શોધ કરી છે.

કપાસની ખેતી કરતા ખેડૂતો માટે કપાસની વીણીનું મશીન, સુરેન્દ્રનગરના ખેડૂતની નવિનત્તમ શોધ
કપાસની વીણીનું મશીન

Follow us on

ખેતી કરતા સમયે પડકાર તો ઘણા આવે પણ આ પડકારને પહોંચી વળવા ધરતીપુત્રો સક્ષમ છે. આધુનિક ટેકનોલોજી સાથે પોતાની કોઠાસુઝનો ઉપયોગ કરીને આ ધરતીપુત્રો અનોખુ સર્જન કરે છે. ચાલો મળીએ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના એરવાડા ગામનાં ખેડૂત નટુભાઇને. નટુભાઇએ એવુ મશીન બનાવ્યું કે તેની ઉપયોગીતાને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારે તેમને એવોર્ડથી નવાજ્યા અને તેમને માનદ પ્રોફેસરની પદવી પણ મળી છે.

આ પણ વાંચો: ખેડૂતો નો ટેન્શન! તમને પણ મળશે પેન્શન! પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, પેન્શન માટે અહીં કરો અરજી

ખેડૂતો પારંપરિક ખેતીની સાથે આધુનિકતા પણ અપનાવી રહ્યા છે. આધુનિકતા અને પારંપરિકતાનું સમતોલન ખેડૂતના જીવનમાં સમૃધ્ધિ લઇને આવે છે. ગુજરાતમાં કપાસ મુખ્ય પાક છે. ઘણા ખેડૂતો માત્ર કપાસના પાક પર નિર્ભર રહેતા હોય છે, ત્યારે કપાસનાં કાલાને છોડ પરથી તોડવાનો સમય થાય ત્યારે ખેડૂત માટે મોટી સમસ્યા સર્જાય છે. આવા સમયમાં મજૂરોને 1 મણની મજૂરી રૂ.70 થી 80 આપવી પડે છે. આ મજૂરો એક દિવસમાં 8 થી 10 મણ કપાસની વીણી કરતા હોય છે. મજૂરો દ્વારા કરવામાં આવતી કપાસની વીણી હાથથી કરવામાં આવે છે. તેથી સમય પણ વધારે લાગે છે અને કપાસનો બગાડ પણ થાય છે. આ બધી બાબતોની સીધી અસર કુલ ઉપજ પર પડે છે. આથી ખેડૂતનો ખર્ચ વધે છે અને કિંમતી સમયનો પણ વ્યય થાય છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

હવે ખેડૂતની આ સમસ્યાનું આવી ગયુ છે સમાધાન. ગુજરાતના જ એક પનોતા ધરતીપુત્ર નટુભાઇ વાઢેરે કરી છે કમાલ. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના એરવાડા ગામના નટુભાઇએ કપાસ વાઢવાનું બનાવ્યું છે મશીન. તેમના બનાવેલ આ મશીનથી કપાસની વીણી કરવામાં ખુબ જ સરળતા રહે છે અને તેમાં મજૂરી ખર્ચ પણ ઓછો આવે છે. તો જોયુ મિત્રો કપાસની વિણી કરતું આ મશીન ફટાફટ કામ કરે છે અને ચકાચક પરિણામ આપે છે. આ પરિણામ છે નટુભાઇની 10 વર્ષની મહેનતનું. નટુભાઇએ 10 વર્ષ રાત-દિવસની મહેનત બાદ ટ્રેક્ટરથી ચાલતુ કપાસ વીણવાનું મશીન બનાવી કૃષિક્ષેત્રે ક્રાંતિકારી શોધ કરી છે.

આ મશીનથી ખેડૂતને વીણી કરવાના સમયે મજૂર શોધવા જવુ નથી પડતું. આ મશીન મજૂરોની સરખામણીમાં ઘણું કાર્યક્ષમ છે. નટુભાઇને તેમની આ ક્રાંતિકારી શોધ બદલ સન્માન પણ મળ્યું છે. તેમને રાજ્ય સરકાર દ્વારા ત્રણ પુરસ્કાર મળ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે પણ પુરસ્કાર મળ્યો છે. ખેડૂતોના જીવન બદલી નાખનાર તેમની આ ઉપયોગી શોધને કારણે અમદાવાદના GTUમાંથી તેમને માનદ્દ પ્રોફેસરની પદવી પણ મળી છે. આ ધરતીપુત્ર IIM અમદાવાદમાં વિદ્યાર્થીઓના ક્લાસ પણ લે છે. સુરેન્દ્રનગરના એરવાડા ગામના આ ખેડૂતની શોધથી ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થઇ છે અને જીવનમાં સમૃધ્ધિ આવી છે.

Published On - 6:02 pm, Thu, 31 December 20

Next Article