VIDEO: રશિયામાં કોરોના રસીની ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત, ઓક્ટોબરમાં રસી બજારમાં લોન્ચ કરી દેવાનો દાવો

રશિયામાં કોરોના વાઇરસ સામે લડવાની રસીની ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત થઇ ચૂકી છે અને ઓક્ટોબરમાં રસી બજારમાં લોન્ચ કરી દેવાશે તેવો દાવો કરાયો છે. મોસ્કોના ગમાલેયા ઇન્સ્ટિટયૂટ દ્વારા વિકસાવાયેલી કોરોના વાઇરસની રસીની ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત થઇ છે અને દેશની રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ રસીની નોંધણી માટેનું પેપર વર્ક હાલ ચાલી રહ્યું છે. રશિયાના રેગ્યુલેટર્સ ઓગસ્ટમાં જ દેશની […]

VIDEO: રશિયામાં કોરોના રસીની ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત, ઓક્ટોબરમાં રસી બજારમાં લોન્ચ કરી દેવાનો દાવો
| Updated on: Aug 03, 2020 | 3:29 AM

રશિયામાં કોરોના વાઇરસ સામે લડવાની રસીની ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત થઇ ચૂકી છે અને ઓક્ટોબરમાં રસી બજારમાં લોન્ચ કરી દેવાશે તેવો દાવો કરાયો છે. મોસ્કોના ગમાલેયા ઇન્સ્ટિટયૂટ દ્વારા વિકસાવાયેલી કોરોના વાઇરસની રસીની ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત થઇ છે અને દેશની રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ રસીની નોંધણી માટેનું પેપર વર્ક હાલ ચાલી રહ્યું છે. રશિયાના રેગ્યુલેટર્સ ઓગસ્ટમાં જ દેશની પહેલી કોરોના વાઇરસની રસીને મંજૂરી આપે તેવી સંભાવના છે.

 

રશિયાના આરોગ્યમંત્રી મિખાઇલ મુરાશ્કોએ જણાવ્યું હતું કે, ગમાલેયા ઇન્સ્ટિટયૂટ દ્વારા વિકસાવાયેલી રસીનો ઉપયોગ કરીને રશિયામાં સામૂહિક રસીકરણ ઓક્ટોબર મહિનામાં શરૂ કરી દેવાશે અને સૌથી પહેલાં ડોક્ટરો અને શિક્ષકોને રસી આપવામાં આવશે. આરોગ્ય મંત્રાલયને આગામી બે મહિનામાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની બીજી બે અરજી મળે તેવી આશા રાખીએ છીએ. અહેવાલોમાં એવું જણાવાયું નથી કે રસીની તમામ ત્રણ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ પૂરી થઈ છે અથવા તો ફક્ત બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત થઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો