SURAT CORONA UPDATE: અઠવા અને રાંદેર વિસ્તારો રેડ ઝોનમાં, રેડ ઝોનમાં મનપાએ લગાવ્યા બોર્ડ

|

Mar 18, 2021 | 12:21 PM

તમે કોરોના સંક્રમિત હાઇ રિસ્ક વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. જો તમે સુરતની મુલાકાત લેશો તો ઠેરઠેર જાહેર માર્ગો પર લગાવાયેલા આવા બોર્ડ અચૂક જોવા મળશે. રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ સુરતમાં ફેલાયું છે.

તમે કોરોના સંક્રમિત હાઇ રિસ્ક વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. જો તમે સુરતની મુલાકાત લેશો તો ઠેરઠેર જાહેર માર્ગો પર લગાવાયેલા આવા બોર્ડ અચૂક જોવા મળશે. રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ સુરતમાં ફેલાયું છે અને સૌથી વધુ 1350 જેટલા માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારો પણ સુરતમાં આવેલા છે.

નાગરિકોને કોરોનાની ગંભીરતા દર્શાવવા અને સતર્કતા રાખવા માટે મનપા તંત્ર દ્વારા શહેરના રાંદેર અને અઠવા વિસ્તારની બોર્ડર પર માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં જાહેર માર્ગ પર આવા લખાણવાળા બોર્ડ ગોઠવ્યા છે. મહત્વપૂર્ણ છે કે અઠવા અને રાંદેર ઝોનને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જોકે આવી સતર્કતા એક મહિના અગાઉ રાખવામાં આવી હોત તો કદાચ સુરતની સૂરત આજે સંક્રમિત ન બની હોત.

Published On - 12:13 pm, Thu, 18 March 21

Next Video