Corona Vaccination: અમદાવાદમાં આજથી ફરી 45 વર્ષનાં લોકો માટે વેક્સિનેશન શરૂ

|

May 05, 2021 | 7:59 AM

Corona Vaccination: કોરોના સામે ઝીંક ઝીલવા માટે મહારસીકરણ અભિયાનનો પ્રારંભ થયા બાદ વેક્સિનનો જથ્થો ખુટી પડતા અમદાવાદ સહિત વિવિધ શહેરમાં વેક્સિન આપવાની બંધ કરી દેવામાં આવી હતી. જો કે એક જ દિવસ બાદ શહેરમાં 45થી વધુ વયના નાગરિકોનું વૅક્સીનેશન બંધ કરવાના નિર્ણયમાં ફરી બદલાવ આવ્યો છે

Corona Vaccination: કોરોના સામે ઝીંક ઝીલવા માટે મહારસીકરણ અભિયાનનો પ્રારંભ થયા બાદ વેક્સિનનો જથ્થો ખુટી પડતા અમદાવાદ સહિત વિવિધ શહેરમાં વેક્સિન આપવાની બંધ કરી દેવામાં આવી હતી. જો કે એક જ દિવસ બાદ શહેરમાં 45થી વધુ વયના નાગરિકોનું વૅક્સીનેશન બંધ કરવાના નિર્ણયમાં ફરી બદલાવ આવ્યો છે અને હવે ફરી આજથી તમામનું વૅકસીનેશન શરૂ કરી દેવામાં આવશે. અમદાવાદમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર, AMC સંચાલિત હોસ્પિટલમાં વૅક્સીનેશન ચાલુ રહેશે. વૅક્સીનનો જથ્થો પર્યાપ્ત ન હોવાથી AMC એ  નિર્ણય લીધો હતો કે 18 થી 44 વયના લોકોએ રજિસ્ટ્રેશન કરી વૅક્સીન લેવાની રહેશે.

દેશભરમાં વૅક્સીનેશન માટેનો ત્રીજો તબક્કો શરૂ થશે. 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સીન અપાશે પરંતુ શું દેશમાં વેક્સીનનો એટલો સ્ટોક છે ? દેશમાં પહેલી મેથી જ્યારે આ તમામ લોકોને વેક્સીન આપવાની જાહેરાત થઈ છે ત્યારે વૅક્સીનેશન માટેનું શું ગણિત છે તેના પર નજર નાખવાની જરૂર છે.

ઘૂંટણીયે સિસ્ટમ, કોવિડ બેડ ફુલ, ICU ફુલ, વેન્ટિલેટર ફુલ, ઓક્સિજન ખતમ, હોસ્પિટલમાં લાંબી લાંબી લાઈન એવી હાલત કે શહેર-શહેર જોવા મળ્યો છે કોરોનાનો કેર. જીવલેણ વિષાણુનો એવો તો હાહાકાર કે હિન્દુસ્તાનમાં પહેલી લહેરમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા ન હતા. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક છે. વાયરસનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે અને મહામારી એકદમથી આઉટ ઓફ કંટ્રોલ છે.

સ્થિતિ એવી છે કે ભવિષ્યની કલ્પનાથી મન હચમચી ઉઠે છે પરંતુ આજ ભયના માહોલ વચ્ચે આશાનું એક કિરણ પણ જોવા મળે છે તે છે દેશમાં એક મેથી શરૂ થયેલું કોરોના વેક્સીનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ અને તેમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે.

દેશમાં છેલ્લા ઘણા સમયથી માંગ થઈ રહી હતી કે દેશમાં તમામ 18થી વધુ વયના લોકોને વેક્સીન લગાવવી જોઈએ માટે આ એ આશા છે કે જેમાં હિન્દુસ્તાન સામે કોરોના હારશે પરંતુ સવાલ ઘણા છે ચિંતા ખુબજ મોટી છે. આ નિર્ણય જેટલો મોટો અને રાહત આપનાર છે, એટલો જ પડકારરૂપ પણ છે.

સરકાર મુજબ
સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાંથી 50 ટકા ડોઝ કેન્દ્ર સરકારને મળશે
બાકીના 50 ટકા ડોઝ રાજ્ય સરકાર અને ખુલ્લા બજારમાં વેચાઈ શકશે
વેક્સીન ઉત્પાદકોના 50 ટકા ડોઝ રાજ્ય સરકાર, પ્રાઈવેટ હોસ્પિટલ, ઔદ્યોગિક સંગઠન ખરીદશે
એટલું જ નહીં કંપનીએ 1 મે પહેલા રાજ્ય સરકારને અને ખુલ્લા બજારમાં ડોઝની કિંમત બતાવવી પડશે

સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેક મળીને દર મહિને 8 કરોડ ડોઝ બનાવી રહ્યા છે. દેશમાં આટલી જ રસી લગાવવાની માસિક સરેરાશ છે. હવે કેન્દ્રથી 4500 કરોડની મદદ મળ્યા બાદ સીરમ અને ભારત બાયોટેક મળીને દર મહિને 12 કરોડ ડોઝ બનાવશે.પરંતુ જનસંખ્યાને ધ્યાનમાં રાખીને દેશની પુરી 45 પ્લસ જનસંખ્યાને વેક્સિનેટ 31 જુલાઈ સુધી વેક્સીનેટ કરવા માટે દર મહિને 13 કરોડ ડોઝની જરૂરિયાત પડશે માટે ફક્ત 45 પ્લસ માટે જ ડિમાન્ડ અને સપ્લાયમાં 1 કરોડનો ગેપ છે તો 18 વર્ષથી વધુ વયના લોકોને કેવી રીતે વેક્સીનેટ કરાશે.

સરકાર વેક્સીનની આયાત પર 10 ટકાની છૂટ આપશે. ખાનગી કંપનીઓને પણ વેક્સીન ઈમ્પોર્ટ કરવાની મંજૂરી મળી શકે છે. રશિયાની સ્પુતનિક વેક્સીનની આયાતની પણ મંજૂરી મળી ચુકી છે. આ વેક્સીન આગામી મહિને ભારત આવી શકે છે આ ઉપરાંત ભારત સરકારે ફાઈઝર, મોડર્ના અને જોનસન એન્ડ જોનસનને વેક્સીન મોકલવા માટે કહ્યું છે.

એટલું જ નહીં સરકારે પ્રાઈવેટ કંપનીઓને પણ વેક્સીનના આયાતની મંજૂરી આપી શકે છે. આવું થવાથી પ્રાઈવેટ સેક્ટર પણ વેક્સીનેશન પ્રક્રિયા સાથે જોડાઈ જશે જેનાથી વહેલામાં વહેલા વેક્સીનેશનની પ્રક્રિયા હાથ ધરાશે અને પ્રાઈવેટ કંપનીના વેક્સીન માર્કેટમાં આવતા જ ડોઝની કમી પણ દૂર થઈ જશે.

Next Video