ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 1,580 કેસ નોંધાયા, 7ના મોત

|

Mar 24, 2021 | 3:41 PM

ગુજરાતમાં Coronaના કેસમાં સતત વધારો નોંધાયો છે. જેમાં ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,580 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં Coronaના કેસમાં સતત વધારો નોંધાયો છે. જેમાં ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,580 કેસ નોંધાયા છે. જ્યારે સાત લોકોના મોત થયા છે. જ્યારે કુલ 989 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,75,238 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 95.80 ટકાએ છે. ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 7,321 એક્ટિવ કેસ છે. જેમાં 71 લોકો વેન્ટિલેટર પર છે અને 7,250 લોકો સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધી કોરોનાના લીધે 4,450 લોકોના મૃત્યુ થયા છે.

 

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Coronaના લીધે સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરા 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના વધતાં કેસ પર નજર કરીએ તો આજે સુરતમાં કુલ 510, અમદાવાદ શહેરમાં 443, વડોદરામાં 132, રાજકોટમાં 130, ખેડામાં 31, ગાંધીનગરમાં 31, પાટણમાં 13, આણંદમાં 12, નર્મદામાં 12 અને મહીસાગરમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે બાકીના જિલ્લામાં કોરોનાના કેસ 10થી ઓછા નોંધાયા છે.

 

સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ અમલી

ગુજરાતમાં સતત વધી રહેલા Coronaના કેસના પગલે કોરોના એપીસેન્ટર સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત રાત્રે 9થી સવારના 6 વાગે સુધી રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં સપ્તાહના અંતમાં શનિ અને રવિવારના રોજ મોલ તથા સિનેમા ઘરોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

ગુજરાતમાં શનિવારે કોરોનાના 1,565 કેસ

ગુજરાતમાં Coronaએ ફરી એક વિકરાળ સ્વરૂપ લીધું છે. જેમાં શનિવારે સામે આવેલા કોરોનાના આંકડાએ લોકો અને સરકારને ચિંતામાં મૂકી દીધા છે. જેમાં રાજ્યના મહાનગરોમાં આંશિક લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ રાજ્યમાં કોરોનાના 1,565 કેસ નોંધાયા છે.

 

CM રૂપાણીએ કહ્યું રાજ્યમાં લોકડાઉન નહીં થાય

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને સંપૂર્ણ લોકડાઉનની અફવાઓ વચ્ચે CM Rupaniએ રવિવારે  ફેસબુક લાઈવમાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લગાવવાનું નથી. તેમજ લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે લોકોને કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું. તેમણે સંબોધનમાં સરકારે કરેલા કામકાજની વિગતો આપી હતી. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોના રોજગારની પણ ચિંતા છે. આ ઉપરાંત અમે રાજ્યના નાગરિકોની સુવિધા માટે હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતી વ્યવસ્થા કરી દીધી છે.

 

આ પણ વાંચો: ગુજરાતના CM રૂપાણીએ કર્યું લોકડાઉનની અફવાનું ખંડન, કહ્યું રાજ્યમાં લોકડાઉન નહીં થાય

Published On - 8:52 pm, Sun, 21 March 21

Next Video