સુરતમાં વિવિધ ધર્મના 12 ધર્મગુરુ કોરોના પોઝીટીવ

|

Apr 05, 2021 | 10:39 AM

કોરોના ( corona ) પોઝીટીવ આવેલા ધર્મગુરુના સંપર્કમાં આવેલાઓની તપાસ શરૂ કરી તેમના પણ કોરોના ટેસ્ટીગ તંત્રે હાથ ધરી કામગીરી

સુરતમાં ( surat ) રોજબરોજ વધી રહેલા કોરોનાનુ ( corona ) સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકા અને જિલ્લાનું વહીવટી તંત્ર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. સુરત શહેરમાં સુપર સ્પ્રેડર ( super spreder ) કોરોના ના ફેલાવે તે માટે શાકભાજી, દુધ, કરિયાણાના વેપારીઓના મોટાપાયે ટેસ્ટીગ કરાયા. હવે સુરતના વહીવટીતંત્રે મંદિર, મસ્જિદ અને ચર્ચના ધર્મગુરુઓના કોરોના ટેસ્ટ કર્યા છે.

સુરત શહેરમાં જ્યાં લોકો રોજબરોજ જાય છે તેવા વિવિધ મંદિર, મસ્જિદ અને ચર્ચના ધર્મગુરુઓના કોરોના ટેસ્ટ કરવાનું વહીવટીતંત્રે નક્કી કર્યુ. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ જાણીતા મંદિરના પુજારી, મહંત, જાણીતી મસ્જિદના ઈમામ અને ચર્ચના પાદરીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ આઠ ઝોનમાં 639 ધર્મગુરુઓના કોરોનાનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

સુરત મહાનગરપાલિકા (surat municipal corporation ) દ્વારા 639 ધર્મગુરુઓના કરાયેલા કોરોના ટેસ્ટીગમાં, 12 ધર્મગુરુઓના કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોના પોઝીટીવ ધર્મગુરુઓને હાલ તો આઈસોલેશન થઈને હોમ ક્વોરોન્ટાઈન થવા તંત્રે જાણ કરી છે. સાથોસાથ તેમની સાથે સંપર્કમાં આવેલાઓની પણ તપાસ હાથ ધરીને તેમના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે.

સુરતના જે 12 ધર્મગુરુઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમાં સુરત શહેરના રાંદેર ઝોનમાં 4 ધર્મગુરુઓ કોરોના પોઝિટિવ જણાયા છે. સુરતના ઉધના ઝોનમાં 5 ધર્મગુરુઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે સુરત શહેરના અઠવા ઝોનમાં 3 ધર્મગુરુઓ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 

Next Video