કોરોનાના કારણે સાત મહિનાથી બંધ ગીર અભયારણ્ય આવતીકાલથી ખુલશે, કોરોનાના કારણે જીપ્સીમાં ત્રણ મોટા વ્યક્તિ અને દસ વર્ષથી વધુ વયનું એક બાળક જઈ શકશે

|

Oct 15, 2020 | 12:18 PM

કોરોનાના કારણે સાત મહિનાથી બંધ ગીર અભયારણ્ય આવતીકાલથી ખુલશે. એટલે કે આવતીકાલથી લોકો સિંહદર્શન માટે જઈ શકશે કોરોના મહામારીના કારણે ગત માર્ચ માસમાં લોકડાઉન થયું તે પૂર્વે જ ગીર અભયારણ્ય બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં 15 જૂનથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ અને ચોમાસુ હોવાથી અભયારણ્ય બંધ રહેતું હોય છે. હવે વન્યપ્રાણીઓનો સંવનન કાળ […]

કોરોનાના કારણે સાત મહિનાથી બંધ ગીર અભયારણ્ય આવતીકાલથી ખુલશે, કોરોનાના કારણે જીપ્સીમાં ત્રણ મોટા વ્યક્તિ અને દસ વર્ષથી વધુ વયનું એક બાળક જઈ શકશે

Follow us on

કોરોનાના કારણે સાત મહિનાથી બંધ ગીર અભયારણ્ય આવતીકાલથી ખુલશે. એટલે કે આવતીકાલથી લોકો સિંહદર્શન માટે જઈ શકશે કોરોના મહામારીના કારણે ગત માર્ચ માસમાં લોકડાઉન થયું તે પૂર્વે જ ગીર અભયારણ્ય બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં 15 જૂનથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ અને ચોમાસુ હોવાથી અભયારણ્ય બંધ રહેતું હોય છે. હવે વન્યપ્રાણીઓનો સંવનન કાળ પૂર્ણ થયો છે.. જેથી પ્રવાસીઓ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે સિંહ દર્શન કરી શકશે. જંગલમાં જતી જીપ્સીઓમાં અગાઉ છ વ્યક્તિઓની પરમીટ અપાતી હતી. પરંતુ કોરોનાના કારણે જીપ્સીમાં ત્રણ મોટા વ્યક્તિ અને દસ વર્ષથી વધુ વયનું એક બાળક જઈ શકશે. કોરોનાના લીધે જીપ્સીમાં પ્રવાસીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે. પરંતુ જીપ્સી, ગાઈડ તથા પરમીટ ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે. જોકે દર વર્ષે અભયારણ્ય ખુલે ત્યારે પ્રવાસીઓમાં જે ઉત્સાહ હોય છે તેવો ઉત્સાહ જોવા મળતો નથી.

 

 

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article