Good News : સુરતના પાંચ ઝોનમાંથી કોરોના થયો ગાયબ, રિકવરી રેટ 100%ની નજીક

લાંબા સમય પછી સુરતમાં કોરોનાના કેસો કાબુમાં કરવા વહીવટી તંત્રને સફળતા મળી છે. સુરતમાં કોરોનાના  કેસોની વાત કરીએ તો હવે કોરોનાના કેસો સિંગલ ડિજીટમાં જ નોંધાવા લાગ્યા છે

Good News : સુરતના પાંચ ઝોનમાંથી કોરોના થયો ગાયબ, રિકવરી રેટ 100%ની નજીક
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ ઝોનના વિસ્તારમાં કોરોનાના એક પણ કેસ નહી
| Edited By: | Updated on: Jul 21, 2021 | 3:15 PM

Surat Corona Update : કોરોનાને લઈને સુરત શહેરમાંથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત(surat) શહેરમાં કોરોનાની(corona) સ્થિતિ હવે ધીરે ધીરે સુધરતી દેખાઈ રહી છે. લાંબા સમય પછી સુરતમાં કોરોનાના કેસો કાબુમાં કરવા વહીવટી તંત્રને સફળતા મળી છે. સુરતમાં કોરોનાના  કેસોની વાત કરીએ તો હવે કોરોનાના કેસો સિંગલ ડિજીટમાં જ નોંધાવા લાગ્યા છે. સુરતમાં મંગળવારે કોરોનાના ફક્ત 4 કેસો જ નોંધાયા હતા.

સુરત વાસીઓ માટે સારા સમાચાર એ છે કે હવે શહેરના 5 ઝોનમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોની સંખ્યા શૂન્ય થઇ ગઈ છે એટલે કે આ ઝોનમાંથી કોરોના ગાયબ થઇ ગયો છે. સુરતના સેન્ટ્રલ ઝોનમાં, વરાછા એ અને વરાછા બી ઝોનમાં, લીંબાયત અને ઉધના ઝોનમાં કોરોનના એક પણ કેસ નોંધાયા નથી. આ સિવાય રાંદેર ઝોનમાં 2 તેમજ કતારગામ અને અથવા ઝોનમાં 1-1 એમ કુલ 4 કેસ મંગળવારે નોંધાયા હતા. આમ, મોટી રાહત સુરત મનપાના આરોગ્ય વિભાગને થઇ છે.

અત્યાર સુધી સુરતના ઝોનવાઈઝ આંકડા પર નજર કરીએ તો,
સેન્ટ્રલ ઝોનમાં 10,377
વરાછા એ ઝોનમાં 10,861,
વરાછા બી ઝોનમાં 10,163,
રાંદેર ઝોનમાં 20,865,
કતારગામ ઝોનમાં 15,433,
લીંબાયત ઝોનમાં 10,701,
ઉધના ઝોનમાં 10,083 અને
અઠવા ઝોનમાં 22,865 કેસ નોંધાયા છે.
કુલ કેસોની સંખ્યા 1,11,348 થઇ છે.

તે જ પ્રમાણે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 1,09,670 થઇ છે. સુરતમાં કોરોનનો રિકવરી રેટ 98.49 % (recovery rate) નજીક પહોંચી ગયો છે. હાલ શહેરની હોસ્પિટલોમાં દાખલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 8 છે.  આમ સુરતમાં હવે કોરોનાના કેસો કાબુમાં આવતા . તો બીજી તરફ મયુકરમાઇકોસિસના કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

શહેરના પાંચ ઝોનમાં કોરોનાના કેસોની સંખ્યા છે ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પણ ઘટી ગઈ છે. કોરોનાના કેસો વધુ ન વકરે તે માટેનું ધ્યાન તંત્ર દ્વારા રાખવામાં  આવી રહ્યું છે. ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે જ ત્રીજી લ્હેરની સંભાવના વચ્ચે શહેરીજનોને કોરોનાની ગાઇડલાઇન જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટનસીંગ નું પાલન કરવું તેના પર પણ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે.