Ahmedabadમાં કોરોનાના કેસ વધતા ખાણી-પીણી બજાર કરાવાયા બંધ, તંત્રની બેવડી નીતિ સામે આક્રોશ

|

Mar 09, 2021 | 10:40 AM

Ahmedabadમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો થયો.એ સાથે જ પશ્ચિમ અમદાવાદના ખાણી-પાણી બજારો સીધા તંત્રના નિશાને આવી ગયા.ણી-પીણી બજારમાં તમામ નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે

Ahmedabadમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો થયો.એ સાથે જ પશ્ચિમ અમદાવાદના ખાણી-પાણી બજારો સીધા તંત્રના નિશાને આવી ગયા. . અમદાવાદમાં ચૂંટણીની રેલીઓમાં નેતાઓએ લોકોના ટોળા ભેગા કર્યા.તો ક્રિકેટ મેચમાં પણ હજારો લોકો બિંદાસ એકઠા થઈ રહ્યાં છે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક સહિતના નિયમો જાળવવાનું તંત્ર ભૂલી જાય છે. પરંતુ ખાણી-પીણી બજારમાં તમામ નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. આ પ્રકારની કાર્યવાહીથી હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોના વેપાર-ધંધાને ફટકો પડે છે. અમદાવાદીઓમાં પણ તંત્રના બેવડા વલણ સામે આક્રોશ વધ્યો છે. જો હોટલ-રેસ્ટોરન્ટમાં નિયમોનું પાલનના નામે કાર્યવાહી કરાઈ. તો તમામ રાજકીય પક્ષના નેતાઓ સામે પણ પગલા લેવાવા જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈને ખોળ અને કોઈને ગોળ એવી બેવડી નીતિ બદલવી જોઈએ તેવો લોકોનો મત છે.

 

Next Video