ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં 1730 કેસ, ચારનાં મોત

|

Mar 23, 2021 | 9:08 PM

ગુજરાતમાં Corona ના કેસ સતત વધી રહ્યા છે. જેમાં મંગળવારે કોરોનાના રેકોર્ડબ્રેક 1730 કેસ નોંધાયા છે. તેમજ ચાર લોકોનાં  મોત થયા છે. જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 476 અને જિલ્લામાં 101 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં Corona ના કેસ સતત વધી રહ્યા છે. જેમાં મંગળવારે કોરોનાના રેકોર્ડબ્રેક 1730 કેસ નોંધાયા છે. તેમજ ચાર લોકોનાં  મોત થયા છે. જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 476 અને જિલ્લામાં 101 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં કોરોનાના 162 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 130 કેસ નોંધાયા છે. જ્યારે ખેડામાં 24 અને શહેરમાં 23 કેસ નોંધાયા છે. તેમજ આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યાં છે.

કોરોનાના સક્રિય કેસ 8318 કેસ

ગુજરાતમાં અત્યાર સુધી Coronaના કુલ 2,90,379 કેસ નોંધાયા છે. જેમાંથી 2,77,603 લોકો સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસ 8318 કેસ નોંધાયા છે. તેમજ ગુજરાતમાં અત્યાર સુધી 4458 લોકોના મૃત્યુ થયા છે.

22 માર્ચે રેકોર્ડબ્રેક 1,640 નવા કેસ, 4ના મૃત્યુ

રાજ્યમાં 22 માર્ચને સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 1,640 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસોની સંખ્યા 2,88,649 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 4 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ શહેરમાં અને સુરત શહેરમાં બે-બે લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,454 થયો છે.

સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ અમલી

ગુજરાતમાં સતત વધી રહેલા Coronaના કેસના પગલે કોરોના એપીસેન્ટર સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત રાત્રે 9થી સવારના 6 વાગે સુધી રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં સપ્તાહના અંતમાં શનિ અને રવિવારના રોજ મોલ તથા સિનેમા ઘરોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં લોકડાઉન નહિ કરાય : સી.એમ. રૂપાણી 

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને સંપૂર્ણ લોકડાઉનની અફવાઓ વચ્ચે CM Rupaniએ રવિવારે  ફેસબુક લાઈવમાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લગાવવાનું નથી. તેમજ લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે લોકોને કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું. તેમણે સંબોધનમાં સરકારે કરેલા કામકાજની વિગતો આપી હતી. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોના રોજગારની પણ ચિંતા છે. આ ઉપરાંત અમે રાજ્યના નાગરિકોની સુવિધા માટે હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતી વ્યવસ્થા કરી દીધી છે.

 

Published On - 9:06 pm, Tue, 23 March 21

Next Video