ઠંડા હિમ પવનથી ગુજરાત ઠુંઠવાયુ, નલિયામાં 3.4 ડીગ્રી, ડીસામાં 8.5 ઠંડી

|

Jan 27, 2021 | 10:17 AM

ઉતર પૂર્વ દિશામાંથી વહેતા ઠંડા હિમ પવનને (Cold frost wind) કારણે ગુજરાતમાં ( Gujarat ) ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો છે. અમદાવાદમાં (ahmedabad) 11 ડીગ્રી, રાજકોટમાં 9.8 ડીગ્રી, વડોદરામાં 11.6 ડીગ્રી, સુરતમાં13.8 ડીગ્રી, ગાંધીનગરમાં 9 ડીગ્રી ઠંડી નોંધાઈ છે.

ઠંડા હિમ પવનથી ગુજરાત ઠુંઠવાયુ, નલિયામાં 3.4 ડીગ્રી, ડીસામાં 8.5 ઠંડી
THANDI

Follow us on

કાશ્મિર- હિમાલયની પર્વતમાળામાં થઈ રહેલા બરફ વર્ષા અને ઉતર-પૂર્વ દિશામાંથી વહેતા ઠંડા હિમ પવનને (Cold frost wind) કારણે, ગુજરાતમાં ( Gujarat ) ઠંડીનું મોજૂ ફરી વળ્યુ છે.  ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં (naliya) 3.4 ડીગ્રી નોંધાઈ છે. તો બનાસકાંઠાના ડીસામાં  ઠંડીનો પારો, 8.5 ડીગ્રીએ અટક્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 9.8 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 12.4 ડીગ્રી, અમેરલીમાં 11.2 ડીગ્રી, ભાવનગરમાં 11 ડીગ્રી, ઠંડી નોંધાઈ છે. અમદાવાદમાં ઠંડીનો પારો 11 ડીગ્રીએ અટક્યો હતો. જ્યારે વડોદારમાં 11.6 ડીગ્રી, સુરતમાં 13.8 ડીગ્રી, ગાંધીનગરમાં 9 ડીગ્રી ઠંડી નોંધાઈ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનુ પ્રમાણ જળવાઈ રહેશે. રાત્રે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાશે, તો મહત્તમ તાપમાનને કારણે દિવસે ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો જોવા મળશે.

Next Article