Surendranagar: થાનગઢમાં ભૂમાફિયાઓનો ત્રાસ, ગૌચર ખોદી ગેરકાયદેસર કોલસો ચોરી કરવાનો વિડીયો વાયરલ

|

Nov 09, 2021 | 5:17 PM

Surendranagar: થાનગઢ ગામે ભૂમાફિયાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ભૂમાફિયાઓ ગૌચર જમીન ખોદી ગેરકાયદેસર રીતે કોલસો ચોરી કરતા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.

Surendranagar: થાનગઢ ગામે ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર કોલસા ચોરીની ઘટના સામે આવી છે. ભૂમાફિયાઓનો ત્રાસ વિડીયો સ્વરૂપે સામે આવ્યો છે. ભૂમાફિયાઓ ગૌચર જમીન ખોદી ગેરકાયદેસર રીતે કોલસો ચોરી (Coal Theft) કરતા હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે અરજી કરનાર અરજદારે વિડીયો વાયરલ (Viral Video) પણ કર્યા છે. અરજદાર માલધારી છેલ્લા બે વર્ષથી આ બાબતે તંત્રને ફરિયાદ કરે છે. પરંતુ તંત્ર ભૂમાફિયાઓ સામે પગલા ન લેતા હોવાનો આક્ષેપ પણ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ કોલસા ચોરીની ફરિયાદ કરનાર માલધારીએ આક્ષેપ લગાવ્યા છે કે પોલીસ, ખાણખનીજ, મામલતદાર સહિતના અધિકારીઓને ગેરકાયદેસર ખનન થતુ હોવાની જાણ કરવા છતા કોઇ પગલા નથી લેવામાં આવ્યા. સુરેન્દ્રનગર જીલ્લામાં ખાણખનીજ તંત્રની મીઠી નજર હેઠળ કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે.

ત્યારે માલધારીઓની ગૌચર જમીનને બચાવવા માટે તંત્રએ ગુહાર કરી છે. ત્યારે અરજદારે પણ ખાણખનીજ ખાતાને રોજનો થાનગઢ ગેરકાયદેસર કોલસા ચોરીનો લાખોનો હપ્તો મળતો હોવાનો આક્ષેપ કર્યો છે.

 

આ પણ વાંચો: T20 World Cup: આ બોલરોએ બેટ્સમેનોની ધમાલ વચ્ચે કમાયુ નામ, વિકેટોની લગાવી દીધી લાઇન, જાણો કોણ છે આગળ

આ પણ વાંચો: ‘આવતીકાલે હું દેવેન્દ્ર ફડણવીસના અંડરવર્લ્ડ કનેક્શનનો હાઇડ્રોજન બોમ્બ ફોડીશ, મેં બોમ્બ બ્લાસ્ટના કોઇ આરોપી પાસેથી જમીન નથી ખરીદી’, નવાબ મલિકે આપ્યો જવાબ

Next Video