રાજ્યમાં માર્ચ-2020 બાદ પ્રથમ વખત ખાનગી ટ્યુશન ક્લાસ થયા શરૂ, સંચાલકોએ સરકારના નિર્ણયને આવકાર્યો

|

Feb 02, 2021 | 7:36 AM

રાજ્યમાં માર્ચ 2020 બાદ પ્રથમ વખત ખાનગી ટ્યુશન ક્લાસ શરૂ થયા છે, 10 મહિના બાદ ધોરણ 9થી 12 સુધીના ખાનગી ટ્યુશન ક્લાસ શરૂ થયા. જો કે 50 ટકા વિદ્યાર્થીઓને જ કલાસીસ સંચાલકો બોલાવી શકશે.

રાજ્યમાં માર્ચ 2020 બાદ પ્રથમ વખત ખાનગી ટ્યુશન ક્લાસ શરૂ થયા છે, 10 મહિના બાદ ધોરણ 9થી 12 સુધીના ખાનગી ટ્યુશન ક્લાસ શરૂ થયા. જો કે 50 ટકા વિદ્યાર્થીઓને જ કલાસીસ સંચાલકો બોલાવી શકશે. સરકાર દ્વારા કલાસીસ માટે ચોક્કસ ગાઈડલાઇન જાહેર નથી કરાઈ, પરંતુ શાળાઓ માટે જે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે તેનો અમલ ખાનગી ટ્યુશન સંચાલકો દ્વારા કરવાનો રહેશે. છેલ્લા 4 મહિનાથી ખાનગી કલાસીસ સંચાલકો ટ્યુશન કલાસીસ શરૂ કરવા રજૂઆત કરતા હતા, કારણ કે 10 મહિનાથી કલાસીસ બંધ હોવાથી ખાનગી કલાસીસ સાથે સંકળાયેલા 10 લાખ શિક્ષકોની રોજગારી બંધ હતી. કલાસીસ શરૂ થતાં ખાનગી કલાસીસ સંચાલકોએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

Next Video