રાજ્યમાં સરકારી ભરતી મુદ્દે CM વિજય રૂપાણીનો મોટો નિર્ણય, 8 હજાર જગ્યા પર તાત્કાલિક નિમણૂંકપત્રો આપવા CMનો આદેશ

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં બાકી ભરતી મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે. CM રૂપાણીએ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હોય તેવી 8 હજાર જગ્યા પર તાત્કાલિક નિમણૂંકપત્રો આપવાનો આદેશ કર્યો છે. રાજ્યમાં આગામી પાંચ મહિનામાં વધુ 20 હજાર યુવાનોને સરકારી નોકરીની તક મળી રહેશે. મુખ્યપ્રધાને GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળને પણ […]

રાજ્યમાં સરકારી ભરતી મુદ્દે CM વિજય રૂપાણીનો મોટો નિર્ણય, 8 હજાર જગ્યા પર તાત્કાલિક નિમણૂંકપત્રો આપવા CMનો આદેશ
| Updated on: Sep 05, 2020 | 4:02 AM

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં બાકી ભરતી મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે. CM રૂપાણીએ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હોય તેવી 8 હજાર જગ્યા પર તાત્કાલિક નિમણૂંકપત્રો આપવાનો આદેશ કર્યો છે. રાજ્યમાં આગામી પાંચ મહિનામાં વધુ 20 હજાર યુવાનોને સરકારી નોકરીની તક મળી રહેશે. મુખ્યપ્રધાને GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળને પણ બાકી ભરતીઓની પ્રક્રિયા તાત્કાલિક કરવા આદેશ આપ્યા છે. જે સરકારી ભરતીઓની જાહેરાત થઈ છે પરંતુ પરીક્ષા લેવાની પ્રક્રિયા બાકી છે. ત્યાં કોવિડ 19ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા આદેશ અપાયો હતો. આ નવા આદેશથી સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા રાજ્યના હજારો યુવાનો અને તેમના પરિવારજનોને સીધો ફાયદો મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો