CM Vijay Rupani: ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યુ રાજીનામુ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યપાલને મળવા ગયા અને ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પણ એકાએક ગુજરાતની મુલાકાતે છે. ગણતરીની મિનિટો સુધી બેઠક કર્યા બાદ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં જણાવ્યું કે તેઓને એક સામાન્ય કાર્યકરમાંથી મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા તે મોટી વાત છે અને પાર્ટી દ્વારા જે આદેશ કરવામાં આવશે તેને શિરોમાન્ય રાખ્યો છે.
કેમ બદલાયા વિજય રૂપાણી
મુખ્યપ્રધાન તરીકે બે ટર્મમાં થઈને કુલ પાંચ વર્ષ પૂરા કરનારા વિજય રૂપાણીને આખરે કેમ બદલવા પડ્યા તે સવાલ સૌથી મોટો અને મહત્વનો છે. ભૂતકાળમાં પણ ગુજરાતમાં કેશુભાઈ પટેલ, આનંદીબહેન પટેલ અને હવે વિજય રૂપાણીને મુખ્યપ્રધાન પદેથી ભાજપે બદલ્યા છે. વિજય રૂપાણી માટે કહેવાય છે કે, તેમની સામે એક પણ આક્ષેપ થઈ શકે તેવી કામગીરી નથી કરી.
સરળ અને મૃદુભાષી વિજય રૂપાણી મુખ્ય પ્રધાન તરીકેની ધાક અધિકારી વર્ગમાં હોવી જોઈએ તે નહોતી ઊભી કરી શક્યા તેના કારણે ભાજપની સરકારને બદલે અધિકારીઓની સરકાર હોવાની છાપ ઉપસી રહી હતી. જ્યારે બીજી બાજુ એવુ પણ કહેવાય છે કે, વર્તમાન પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ સાથે વિજય રૂપાણી સંકલન ના કરી શક્યા, પરિણામે સરકાર અને સંગઠન વચ્ચે અંતર વધતુ રહ્યુ. સામાન્ય રીતે સરકાર દ્વારા લેવાતા નિર્ણય પ્રજા સુધી પહોચાડવાની જવાબદારી સંગઠનની હોય છે. અને સંગઠનને મળતા ફિડબેકના આધારે સરકારને યોગ્ય નિર્ણયો લેવાના હોય છે. આ બન્ને કામગીરીમાં ગુજરાત ભાજપ નબળુ પૂરવાર થઈ રહ્યુ હતુ.
પાટીદારનો સહારે મજબૂત થતા આપને અટકાવવાની રણનીતિ
રાજકીય સ્તરે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આમ આદમી પાર્ટી (આપ)એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત મહાનગરમાં સારો દેખાવ કર્યો હતો. ત્યાર બાદ આપ દ્વારા પાટીદારોને ગુજરાતના રાજકારણની પ્રથમ હરોળમાં લાવવા માટેનો પ્રયાસ આદરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ્યસ્તરે આપ દ્વારા સભાઓ પણ આયોજીત કરી દેવામાં આવી હતી. તો બીજી બાજુ પાટીદાર સમાજના અગ્રણીઓ દબાયેલા સુરમાં ભાજપને બદલે આપની વાત પણ કરતા થયા હતા.
જેનો સ્પષ્ટ અર્થ એવો થઈ રહ્યો હતો કે, 2022માં આપ પાટીદારોના ખભા ઉપર બેસીને વિધાનસભાની ચૂંટણી લડવા માંગતુ હતુ. વિજય રૂપાણીની નબળી કારગીરીથી અપને મજબૂત થતા રોકવા અને 2022માં પણ ગુજરાતમાં સત્તા સ્થાપવા માટે ભાજપના મોવડી મંડળે નેતૃત્વ પરીવર્તનનો નિર્ણય લીધો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.
હવે શુ ?
આમ તો વિજય રૂપાણીના સ્થાને કોણ મુખ્ય પ્રધાન બનશે તે પહેલેથી જ ભાજપના હાઈકમાન્ડે નક્કી કરી રાખ્યુ હશે. પરંતુ બધુ સમુસુતરુ ઉતરે તે માટે હાઈકમાન્ડ વિજય રૂપાણીના ઉતરાધિકારીના નામની જાહેરાત કરવામાં થોડોક સમય લેશે. માનવામાં આવે છે કે, વિજય રૂપાણી સૌરાષ્ટ્રમાંથી આવતા હોવાથી તેમના સ્થાને સૌરાષ્ટ્રમાંથી જ કોઈને જવાબદારી સોપવામાં આવી શકે છે. જો કે મુખ્યપ્રધાન માટે નીતિન પટેલ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ગોરઘન ઝડફિયા અને સી આર પાટીલના નામ હાલ ચર્ચામાં છે. હાલમાં ચર્ચાતા પાટીદાર નામ પૈકી ત્રણ સૌરાષ્ટમાંથી આવી રહ્યાં છે. જ્યારે સી આર પાટીલ સુરતમાંથી આવી રહ્યાં છે. તો નીતિન પટેલ ઉતર ગુજરાતમાંથી આવી રહ્યાં છે.
વિજય રૂપાણીનું રાજીનામું શા માટે ?
ભાજપે છેલ્લા 6 મહિનામાં 3 સર્વે કર્યા હતા
સર્વેનું તારણ આવ્યું કે રૂપાણીના નેતૃત્વમાં જીત મેળવી ન શકાય
PM મોદીએ તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાનોને ગુજરાત પ્રવાસે મોકલ્યા હતા
ગુજરાત સરકારની કામગીરી અંગેનો આંતરિક સર્વે પણ કરાયો હતો
સર્વેમાં ગુજરાતની જનતા રૂપાણી સરકાર સામે નારાજ હોવાનું તારણ
આગામી ચૂંટણીમાં ભાજપને એન્ટી ઈનકમબન્સી નડી શકે
રૂપાણીના રાજીનામા પાછળ સત્તા વિરોધી જુવાળ હોવાનું તારણ
2022ની ચૂંટણીમાં ભાજપનું મિશન છે 150થી વધુ બેઠકો
2022ની ચૂંટણીમાં ભાજપ માટે 100થી બેઠકો પણ મુશ્કેલ હોવાનું તારણ
2017ની વિધાનસભા ચૂંટણી રૂપાણીના નેતૃત્વમાં લડવામાં આવી હતી
2017માં ભાજપને સૌથી ઓછી 97 બેઠકો મળી હતી
ભાજપને 5 વર્ષ સુધી પાતળી બહુમતીની સરકાર ચલાવવી પડી
કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરી પર અનેક સવાલો થયા
કોરોનાની દવા, ઇન્જેક્શન અને ઓક્સિજનની કટોકટી સામે પ્રજા લાચાર હતી
સરકારની નિષ્ફળતાને પગલે જનતામાં રોષ છે જે ચૂંટણીમાં ભારે પડી શકે
કોરોનાકાળમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ
સીઆર પાટીલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ વધ્યો હતો
અગાઉ ઘણીવાર રૂપાણી અને પાટીલ આમને સામને આવી ગયા હતા
સરકારના કેટલાક નિર્ણયોમાં સંગઠનનું મંતવ્ય લેવામાં ન આવ્યું
સંગઠનની નિમણૂંકોમાં સરકારને વિશ્વાસમાં ન લેવાયા
અધિકારીઓ ભાજપના નેતાઓ કે કાર્યકરોનું સાંભળતા ન હતા
રૂપાણીએ કમિશનરોની બેઠક પણ બોલાવી હતી
પાટીદાર મુખ્યપ્રધાન બને તેવી પહેલાથી જ માગ હતી
નીતિન પટેલની નારાજગી અગાઉ પણ ચર્ચામાં રહી હતી
CM Vijay Rupani Resignation: રાજીનામાનાં મુખ્ય મુદ્દા
ભારતીય જનતા પાર્ટીનો આભાર મને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી
મારા કાર્યકાળ દરમ્યાન પીએમ મોદીનું સતત માર્ગદર્શન મળ્યું
ગુજરાતના વિકાસના પાંચ વર્ષમાં યોગદાનનો અવસર મળ્યો
પીએમ મોદીના નેતૃત્વમાં નવી ઉર્જા સાથે ગુજરાતની વિકાસયાત્રા આગળ વઘશે
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી પાર્ટીમાં નવી ઉર્જા સાથે કામ કરવાની ઈચ્છા
કોરોના રસીકરણ ગુજરાત અગ્રેસર રહ્યું, અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યાનો સંતોષ
સરકારે પારદર્શિતા, વિકાસશીલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતાના આધારે જનતાની સેવા કરી
મારા રાજીનામાથી પાર્ટીમાં નવા નેતૃત્વને અવસર મળશે
મને મારા કાર્યકાળ દરમ્યાન તમામ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો અને જનતાનો સાથ મળ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી વહીવટી વિષયો અને નવા અનુભવો જાણવાનો અવસર મળ્યો
રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાજીનો સહયોગ અને માર્ગદર્શન અતૂટ રહ્યું
પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા નેતૃત્વ સાથે આગળ વધારીશું
CM Vijay Rupani Resignation: વિજય રૂપાણીએ ગુજરાતના વિકાસની ગાડીને પાંચ વર્ષ સુધી ચલાવી.. તેમાં ક્યારેક ચડાવ ઉતાર પણ જોવા મળ્યા. જો કે વિજય રૂપાણીને સૌથી વધારે ગુજરાતમાં કોરોનાની આવેલી બીજી લહેર ભારે પડી હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. આ સિવાય અન્ય કેટલા કારણોએ ભાગ ભજવ્યો તેની વાત કરીએ તો સંગઠન સાથેના મતભેદો હોવાની વાત પણ નકારાઈ નથી રહી તો જન આશિર્વાદ યાત્રામાં જનતાનો ભાજપે સર્વે લીધો હતો.
2017માં ભાજપને સૌથી ઓછી 97 બેઠકો મળી હતી
ભાજપને 5 વર્ષ સુધી ઓછી બહુમતીની સરકાર ચલાવવી પડી. કોરોનાકાળમાં સરકારની કામગીરીથી જનતા નારાજ રહી અને કોરોનાની દવા, ઇન્જેક્શન અને ઓક્સિજનની કટોકટી સામે પ્રજા લાચાર દેખાઈ. હવે સરકારની નિષ્ફળતાને પગલે જનતામાં રોષ છે જે ચૂંટણીમાં ભારે પડી શકે તેમ હોવાથી ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ તેમજ પાટીલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ વધતો રહ્યો હોવાની વાતો ચર્ચાતી રહી છે જે સરવાળે વિજય રૂપાણીનાં રાજીનામા સાથે પૂર્ણ થયું.
CM Vijay Rupani Resignation: ગુજરાતનો નવો નાથ કોણ બનશે તેને લઈને વિવિધ નામો સામે આવી રહ્યા હતા અને તેમાં એક નામ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું પણ હતું. જો કે પાટીલે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કરી દીધુ કે તે મુખ્યપ્રધાનની રેસમાં નથી અને નવા CM સાથે 182 બેઠકનું લશ્ક્ષ્ય પાર પાડવાની મહેનતમાં લાગી જઈશું
CM Vijay Rupani Resignation: જીતવા લક્ષ્ય નક્કી કરતું રહ્યું છે. ગુજરાતમાં પાંચ વર્ષથી વધુ સમય સુધી શાસન કરનારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના રાજીનામા વિશે જણાવ્યું કે ભાજપ ચૂંટણીનો ચહેરો પીએમ નરેન્દ્ર મોદી જ રહેશે. 2001ના વર્ષમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના રાજીનામા જેવી પરિસ્થિતિ ફરીથી રાજ્યમાં સર્જાઈ છે.
સીએમ રૂપાણીએ પરથી રાજીનામું આપ્યું ત્યારે આપને જણાવી દઈએ કે આવી જ રીતે કેશુભાઈ પટેલને 2001ના વર્ષમાં દિલ્લી ખાતે બોલાવીને તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું. જ્યારે આનંદીબેન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામાની જાહેરાત કરી હતી. કેશુભાઈ પટેલ કુદરત દ્વારા સર્જાયેલી સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અને સંગઠનમાં તેમની સામે બળવો થયો હતો જેની સામે કેશુભાઈ પટેલને આખરે રાજીનામુ આપવું પડ્યું હતું.
આનંદીબેન પટેલે બે દિવસ પહેલા પોતાને મુખ્યપ્રધાનની જવાબદારીમાંથી મુક્ત કરો એવી ફેસબુક પર પોસ્ટ કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળેલી બેઠકમાં એમનું રાજીનામું સ્વીકારી લેવાયું હતું. ત્યાર બાદ સાંજે રાજ્યપાલ ઓ.પી.કોહલીને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું જે બાદ વિજય રૂપાણી સીએમ બન્યા હતા અને હવે 5 વર્ષના શાસન બાદ સીએમ રૂપાણીએ રાજીનામુ આપ્યું છે.
CM Vijay Rupani Resignation:
ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન આવ્યું છે કે આવતીકાલે (12 સપ્ટેમ્બરે) ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે અને મુખ્યમંત્રીના નામ અંગે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે. કેન્દ્રીય નિરીક્ષકોની બેઠક મળશે, નિરીક્ષકોની બેઠક બાદ ધારાસભ્ય દળની બેઠક મળશે અને ચિત્ર ક્લિયર થઈ જશે. વિજય રૂપાણી ગુજરાતને નવી ઉંચાઈએ લઈ ગયા છે અને વિકાસ જ ભાજપનો એજન્ડા છે અને રહેશે.
CM Vijay Rupani Resignation:
પ્રફૂલ પટેલ કેમ ?
નરેન્દ્ર મોદી અને શાહની ગુડ બુકમાં છે પ્રફુલ પટેલ અને તેમને મજબૂત પાટીદાર નેતા તરીકે ગણવામાં આવે છે. પાટીદાર આંદોલનનાં સમયે પણ તેમની સુઝબુઝ સરકારને કામ લાગી હતી. 2010માં ગૃહરાજ્યપ્રધાન પણ રહ્યા અને મૂળે તેઓ સંગઠનના પણ માણસ રહ્યા છે. ખાસ કરીને ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે સારો તાલમેલ હોવાને લઈને તેમનું નામ ફેવરીટ લીસ્ટમાં આવ્યું છે અને સાથે જ તેમને પ્રશાસક તરીકે પણ સારો એવો અનુભવ લઈ લીધો હોવાનો ફાયદો પણ તેમના જમા પાસા તરીકે ગણવામાં આવે છે.
CM Vijay Rupani Resignation: ગોરધન ઝડફિયા કેમ? (હેડર)
15 વર્ષ વિશ્વહિન્દુ પરિષદના નેતા રહ્યા
1995થી 1997 સુધી અમદાવાદ શહેર ભાજપ મહામંત્રી રહ્યા
1998-2002 દરમિયાન બે વાર વિધાનસભાના સભ્ય પદે ચૂંટાયા
2001-2002 દરમિયાન ગૃહપ્રધાનનો સ્વતંત્ર હવાલો સંભાળ્યો
2012ની વિધાનસભામાં GPP માટે ભાજપ સામે ભારે પ્રચાર કર્યો
24 ફેબ્રુઆરી 2014માં ગોરધન ઝડફિયા ફરી ભાજપમાં જોડાયા
રૂપાલા-માંડવિયા બાદ સૌથી પાટીદારનો સૌથી મોટો ચહેરો
મોદી અને શાહના વિશ્વાસુ
રાજકીય સમીકરણો ગોઠવવામાં માહેર
ગુજરાત ભાજપ સંગઠનમાં વધેલું કદ
CM Vijay Rupani Resignation:
મનસુખ માંડવિયા કેમ ?
મોદી અને અમિતશાહ બંનેની ગુડબુકમાં
કુનેહપૂર્ણ પાટીદાર નેતા
કોરોના મહામારીમાં સારી કામગીરી
સરકારની છબિ બગડે નહીં તે માટે ઘણી ખરી કામગીરી કરી
કડવા અને લેઉઆમાં પટેલને એક કરવામાં મોટી ભૂમિકા
સમાજના અન્ય વર્ગોમાં પણ લોકપ્રિયતા
સર્વસ્વિકૃત નેતૃત્વ ધરાવતા નેતા
CM Vijay Rupani Resignation:
પુરુષોત્તમ રૂપાલા કેમ ? (હેડર)
ફાયર બ્રાન્ડ નેતા તરીકેને છાપ
શિક્ષિત અને ખેડૂત નેતા તરીકે
સૌરાષ્ટ્રનો પાટીદાર ચહેરો
પાટીદાર સમાજના ફાયરબ્રાન્ડ નેતા
સંગઠનમાં મજબૂત પકડ
પીએમ નરેન્દ્ર મોદીના ખાસ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નજીક
વહિવટ અને વિરોધીઓને સંભાળવામાં માહેર
CM Vijay Rupani Resignation: ગુજરાતનાં મુખ્યપ્રધાન પદે નીતિન પટેલને મજબુત દાવેદાર માનવામાં આવે છે. જાણો નીતિન પટેલની દાવેદારી કેમ મજબુત ગણાય છે.
નીતિન પટેલ કેમ ?
નીતિન પટેલ સીએમ પદ માટે પ્રબળ દાવેદાર
સરકાર પર નંબર 2નું સ્થાન
પાટીદાર સમાજનો કદાવર ચહેરો
પાટીદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે
હિંદુત્વ વાદી છબી ધરાવતું વ્યક્તિત્વ
ડેપ્યુટી સીએમ તરીકે સરકારમાં મોટો અનુભવ
ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજની સખત જરૂર
પાટીદાર સમાજની નારાજગી દૂર થઈ શકે
લાંબ સમય સુધી સરકારમાં પ્રધાન છે
છેલ્લા 5 વર્ષથી છે નાયબ મુખ્યપ્રધાન
સંગઠન પર સારી પકડ ધરાવે છે
હાઈ કમાન્ડમાં પણ છબી સારી
ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો
સતત 1990થી ધારાસભ્ય છે
CM Vijay Rupani Resignation: વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. અનેક નામો સામે આવી રહ્યા છે.ત્યારે પ્રફૂલ પટેલના નામની પણ ચર્ચા થવા લાગી છે.. અને તેના પાછળ કારણ પણ છે. મળતી માહિતી પ્રમાણે ગૃહપ્રધાન અમિત શાહે સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફૂલ પટેલને આવતી કાલે ગાંધીનગર કમલમ પર હાજર રહેવાની સૂચના આપી છે.. ત્યારે 9 વાગ્યે પ્રફૂલ પટેલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. 2 દિવસ પહેલા પ્રફૂલ પટેલ અને વડાપ્રધાન મોદીની મુલાકાત પણ થઈ હતી. જેના પગલે રાજકીય બેડામાં પ્રફૂલ પટેલનું નામ ચર્ચામાં છે
CM Vijay Rupani Resignation: વિજય રૂપાણીએ ગુજરાતમાં મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ હવે નવા મુખ્યપ્રધાનનાં ચેહરાની પસંદગી કરવા માટે કમલમ ખાતે બેઠક ચાલી રહી છે
CM Vijay Rupani Resignation: 12 સપ્ટેમ્બરનાં રોજ કમલમ ખાતે મહત્વની બેઠક તો મળવાની જ છે અને જેમનાં નામ પર ફરી એક વાર ચર્ચા ચાલી રહી છે તેવા પ્રફુલ્લ પટેલને ગાંધીનગર ખાતે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
CM Vijay Rupani Resignation: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદે થી પોતાનું રાજીનામું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને સુપ્રત કર્યું હતું. શ્રી વિજય ભાઈ રૂપાણીએ પોતાનું રાજીનામું આપતા કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યની જનતા જનાર્દન નો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો રાજીનામા પત્ર આ મુજબ છે:
मैं भारतीय जनता पार्टी के प्रति आभार व्यक्त करता हूँ कि मेरे जैसे एक पार्टी कार्यकर्ता को गुजरात के मुख्यमंत्री पद की महत्व पूर्ण जिम्मेदारी दी. मुख्यमंत्री के रूप में मिले इस दायित्व को निभाते हुए मेरे कार्यकाल के दौरान माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का विशेष मार्गदर्शन मिलता रहा है।
माननीय प्रधानमंत्री जी के नेतृत्व एवं मार्गदर्शन में गुजरात समग्र विकास तथा सर्वजन कल्याण के पथ पर आगे बढ़ते हुए नए आयामों को छुआ है. गुजरात के विकास की यात्रा में गत पांच वर्षों में मुझे भी योगदान करने का जो अवसर मिला, उस के लिए माननीय प्रधानमंत्री जी के आभार प्रगट करता हूं।
मेरा मानना है कि अब गुजरात के विकास की यह यात्रा प्रधानमंत्री जी के नेतृत्व में एक नए उत्साह व नयी उर्जा के साथ नए नेतृत्व में आगे बढ़नी चाहिए। यह ध्यान रखकर मैंने गुजरात के मुख्यमंत्री पद के दायित्व से त्यागपत्र दे रहा हूं।
संगठन व विचारधारा आधारित दल होने के नाते भारतीय जनता पार्टी की यह परंपरा है कि समय के साथ-साथ कार्यकर्ताओं के दायित्व भी बदलते रहे हैं. यह हमारी पार्टी की विशेषता है कि जो दायित्व पार्टी द्वारा दिया जाता है, पूरे मनोयोग से पार्टी कार्यकर्ता उसका निर्वहन करते हैं. मुख्यमंत्री के रूप में मिले दायित्व का निर्वहन करने बाद अब मैने मुख्यमंत्री पद से त्यागपत्र देकर पार्टी के संगठन में नई ऊर्जा के साथ काम करने की इच्छा जताई है. अब मुझे पार्टी द्वारा जोभी जवाबदारी दी जाएगी उसका मै संपुर्ण दायित्व और नये ऊर्जा के साथ प्रधानमंत्री जी के नेतृत्व एवं माननीय राष्ट्रीय अध्यक्ष जी के मार्गदर्शन में काम करूँगा.
मैं गुजरात की जनता के प्रति भी आभार व्यक्त करता हूँ कि विगत पांच वर्षों में हुए उपचुनाव हों अथवा स्थानीय निकाय के चुनाव हों, पार्टी और सरकार को गुजरात की जनता का अभूतपूर्व समर्थन, सहयोग और विश्वास मिला है. गुजरात की जनता का विश्वास भारतीय जनता पार्टी की ताकत भी बनी है और मेरे लिए लगातार जनहित में काम करते रहने की उर्जा भी रहा है.
हमारी सरकारने प्रशासन के चार आधार भूत सिद्धांतों पारदर्शिता, विकासशीलता, संवेदनशीलता एवं निर्णायकता के आधार पर जनता की सेवा करने का यथाशक्ति प्रयत्न किया है। इस कार्य मे मंत्रीमंडल के सभी सदस्यो, विधानसभा के सभी सदस्यो, पार्टी कार्यकर्ताओ एवम जनता का संपुर्ण सहयोग मिला है। मै सभी का इस सहयोग के लिए आभार व्यक्त करता हूं।
कोरोना के कढीन समय मे हमारी सरकारने दिन रात अथक महेनत कर गुजरात की जनता को यथासंभव सुरक्षीत रखने का प्रयत्न किया है। साथ ही टीका करण के काम मेभी गुजरात अग्रेसर रहा है और हमने इसमे बहुत सारे नये किर्तिमान स्थापीत कीया है। जिसका मुझे बहुत संतोष है।
पार्टी के पूर्व राष्ट्रीय अध्यक्ष व केंद्रीय गृहमंत्री श्री अमित शाह जी से मुझे प्रशासनिक विषयों में नए अनुभवों को जानने-समझने का अवसर मिला है तथा पार्टी के कामकाज में भी उनका सहकार व सहयोग मेरे लिए अमूल्य है. भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी का सहयोग व मार्गदर्शन भी मेरे लिए अटूट रहा है।
मेरे त्यागपत्र से गुजरात में पार्टी के नए नेतृत्व को अवसर मिलेगा तथा हम सब एकजुट होकर माननीय प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात की इस विकास यात्रा को नई उर्जा, नए उत्साह, नए नेतृत्व के साथ आगे लेकर जायेंगे.
Chief Minister Office
Government of Gujarat
CM Vijay Rupani Resignation:
વિજય રૂપાણીનું રાજીનામું શા માટે ?
ભાજપે છેલ્લા 6 મહિનામાં 3 સર્વે કર્યા હતા ,સર્વેનું તારણ આવ્યું કે રૂપાણીના નેતૃત્વમાં જીત મેળવી ન શકાય , PM મોદીએ તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાનોને ગુજરાત પ્રવાસે મોકલ્યા હતા અને ગુજરાત સરકારની કામગીરી અંગેનો આંતરિક સર્વે પણ કરાયો હતો. સર્વેમાં ગુજરાતની જનતા રૂપાણી સરકાર સામે નારાજ હોવાનું તારણ સામે આવ્યું. આગામી ચૂંટણીમાં ભાજપને એન્ટી ઈનકમબન્સી નડી શકે અને રૂપાણીના રાજીનામા પાછળ સત્તા વિરોધી જુવાળ હોવાનું તારણ આપવામાં આવ્યું. 2022ની ચૂંટણીમાં ભાજપનું મિશન છે 150થી વધુ બેઠકો અને 2022ની ચૂંટણીમાં ભાજપ માટે 100 બેઠકો પણ મુશ્કેલ હોવાનું તારણ કઢાતુ હતું.
જણાવવું રહ્યું કે 2017ની વિધાનસભા ચૂંટણી રૂપાણીના નેતૃત્વમાં લડવામાં આવી હતી અને 2017માં ભાજપને સૌથી ઓછી 97 બેઠકો મળી હતી. ભાજપને 5 વર્ષ સુધી પાતળી બહુમતીની સરકાર ચલાવવી પડી. કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરી પર અનેક સવાલો થયા કે જેમાં કોરોનાની દવા, ઇન્જેક્શન અને ઓક્સિજનની કટોકટી સામે પ્રજા લાચાર હતી, સરકારની નિષ્ફળતાને પગલે જનતામાં રોષ છે જે ચૂંટણીમાં ભારે પડી શકે છે.
કોરોનાકાળમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ
સીઆર પાટીલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ વધ્યો હતો
અગાઉ ઘણીવાર રૂપાણી અને પાટીલ આમને સામને આવી ગયા હતા
સરકારના કેટલાક નિર્ણયોમાં સંગઠનનું મંતવ્ય લેવામાં ન આવ્યું
સંગઠનની નિમણૂંકોમાં સરકારને વિશ્વાસમાં ન લેવાયા
અધિકારીઓ ભાજપના નેતાઓ કે કાર્યકરોનું સાંભળતા ન હતા
રૂપાણીએ કમિશનરોની બેઠક પણ બોલાવી હતી
પાટીદાર મુખ્યપ્રધાન બને તેવી પહેલાથી જ માગ હતી
નીતિન પટેલની નારાજગી અગાઉ પણ ચર્ચામાં રહી હતી
CM Vijay Rupani Resignation: વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપતાની સાથે જ એક સવાલ એ પણ ચર્ચાઈ રહ્યો છે કે હવે વિજય રૂપાણીને શું ભૂમિકા સોંપવામાં આવશે ? સૂત્રોનું માનીએ તો ટુંક સમયમાં વિજય રૂપાણીને ભાજપ સંગઠનમાં મહત્વની જવાબદારી મળવાના એંધાણ છે. વિજય રૂપાણી પહેલાથી જ ભાજપ સંગઠનમાં કામ કરતાં આવ્યા છે ત્યારે હવે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામાં બાદ આગળ પણ ભાજપ વધુ મહત્વની જવાબદારી આપી રાષ્ટ્રીય કક્ષાએ તેમના અનુભવનો ઉપયોગ કરી શકે છે.. શું તેમને પણ આનંદીબેન પટેલની જેમ કોઇ રાજ્યના રાજ્યપાલ તરીકે જવાબદારી સોંપાઇ શકે.. કે પછી પાર્ટી આવનારી ચૂંટણીમાં તેમના અનુભવનો ઉપયોગ
કરશે..
CM Vijay Rupani Resignation:
ભાજપે બોલાવી ધારાસભ્ય દળની બેઠક , આવતીકાલે મળશે ભાજપની ધારાસભ્ય દળની બેઠક , તમામ ધારાસભ્યોને હાજર રહેવા અપાઈ સૂચના
કાલે (12 સપ્ટેમ્બરે) નક્કી થશે ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ
CM Vijay Rupani Resignation:
CM Vijay Rupani Resignation:
ગુજરાતના મુખ્યપ્રધાન અને તેમનો કાર્યકાળ
ડો. જીવરાજ મહેતા
01-05-1960 થી 19-09-1963
બળવંતરાય મહેતા
19-09-1963થી 19-09-1965
હિતેન્દ્ર દેસાઈ
19-09-1965થી 12-05-1971
રાષ્ટ્રપતિ શાસન
13-05-1971થી 17-03-1972
ઘનશ્યામ ઓઝા
17-03-1972થી 17-07-1973
ચીમનભાઈ પટેલ
17-07-1973થી 9-02-1974
રાષ્ટ્રપતિ શાસન
9-02-1974થી 18-06-1975
બાબુભાઈ જસભાઈ પટેલ
18-06-1975થી 12-03-1976
રાષ્ટ્રપતિ શાસન
12-03-1976થી 24-12-1976
માધવસિંહ સોલંકી
24-12-1976થી 10-04-1977
બાબુભાઈ જસભાઈ પટેલ
11-04-1977થી 17-02-1980
રાષ્ટ્રપતિ શાસન
17-02-1980થી 6-06-1980
માધવસિંહ સોલંકી
7-06-1980થી 6-07-1985
અમરસિંહ ચૌધરી
6-07-1985થી 9-12-1989
માધવસિંહ સોલંકી
10-12-1989થી 3-03-1990
ચીમનભાઈ પટેલ
4-03-1990થી 17-02-1994
છબીલદાસ પટેલ
17-02-1994થી 13-03-1995
કેશુભાઈ પટેલ
14-03-1995થી 21-10-1995
સુરેશચંદ્ર મહેતા
21-10-1995થી 19-09-1996
રાષ્ટ્રપતિ શાસન
19-09-1996થી 21-10-1996
શંકરસિંહ વાઘેલા
23-10-1996થી 27-10-1997
દિલીપભાઈ પરીખ
28-10-1997થી 4-03-1998
કેશુભાઈ પટેલ
4-03-1998થી 6-10-2001
નરેન્દ્ર મોદી
7-10-2001થી 22-05-2014
આનંદીબહેન પટેલ
2-05-2014થી 7-08-2016
વિજય રૂપાણી
7-08-2016થી 11-09-2021
CM Vijay Rupani Resignation: ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ નંબર વન પોઝીશન પર ચાલી રહ્યા છે અને બીજા નંબર પર ગોરધન ઝડફિયા ચાલી રહ્યા છે. જે તે સમયે જ્યારે આનંદી બહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે નીતિન પટેલ મુખ્યપ્રધાન બનવાની શક્યતા પુરેપુરી હતી જો કે બાદમાં છેલ્લા સમયે વિજય રૂપાણીની પસંદગી કરી લેવામાં આવી હતી. હવે આ વખતે નીતિન પટેલ ફરી એકવાર મજબુત ગણવામાં આવે છે.
CM Vijay Rupani Resignation:
ભારતીય જનતા પાર્ટીનો આભાર મને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી
મારા કાર્યકાળ દરમ્યાન પીએમ મોદીનું સતત માર્ગદર્શન મળ્યું
ગુજરાતના વિકાસના પાંચ વર્ષમાં યોગદાનનો અવસર મળ્યો
પીએમ મોદીના નેતૃત્વમાં નવી ઉર્જા સાથે ગુજરાતની વિકાસયાત્રા આગળ વઘશે
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી પાર્ટીમાં નવી ઉર્જા સાથે કામ કરવાની ઈચ્છા
કોરોના રસીકરણ ગુજરાત અગ્રેસર રહ્યું, અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યાનો સંતોષ
સરકારે પારદર્શિતા, વિકાસશીલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતાના આધારે જનતાની સેવા કરી
મારા રાજીનામાથી પાર્ટીમાં નવા નેતૃત્વને અવસર મળશે
મને મારા કાર્યકાળ દરમ્યાન તમામ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો અને જનતાનો સાથ મળ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી વહીવટી વિષયો અને નવા અનુભવો જાણવાનો અવસર મળ્યો
રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાજીનો સહયોગ અને માર્ગદર્શન અતૂટ રહ્યું
પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા નેતૃત્વ સાથે આગળ વધારીશું
CM Vijay Rupani Resignation: ભાજપનાં વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ જણાવ્યું કે રાજીનામા પાછળ ખાસ કોઈ કારણ નથી દેખાઈ રહ્યું . પક્ષ દ્વારા હવે જે પણ કોઈ જવાબદારી સોંપવામાં આવશે તેમ રૂપાણી આગળ વધશે
CM Vijay Rupani Resignation: 12 સપ્ટેમ્બરે યોજાશે ધારાસભ્ય દળની બેઠક, નવા સીએમની કાલે જ જાહેરાત થઈ શકે છે, આજે સાંજ સુધીમાં તમમા ધારાસભ્યો ગાંધીનગર પહોચી જશે
CM Vijay Rupani Resignation: વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે રૂપાણીનો ભોગ લઈ લીધો છે. કોંગ્રેસ પુરી તાકાતથી લોકોની સમસ્યાઓને લઈને લડતુ રહેશે
CM Vijay Rupani Resignation: વિજય રૂપાણી બાદ હવે મુખ્યપ્રધાન તરીકે કોનો ચહેરો રહેશે તેના પર સૌ કોઈની નજર છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મોટી બેઠક પણ બોલાવવામાં આવી છે અને તમામ ધારાસભ્યો સાંજ સુધીમાં ગાંધીનગર પહોચી જાય તે માટે જણાવવામાં આવ્યું છે.
CM Vijay Rupani Resignation: ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે સૌથી વધારે સમય સુધી 4 ઉમેદવાર રહ્યા છે
CM Vijay Rupani Resignation:
7 ઓગસ્ટ 2016, ગુજરાતના 16માં મુખ્યમંત્રી બન્યા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા
રાષ્ટ્રીય સ્વંય સેવક અને ભાજપમાં જોડાયા
પક્ષની સ્થાપના-1971થી ભાજપના કાર્યકર્તા રહ્યા
1978થી 1981 સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક
1987માં રાજકોટ મનપામાં સભ્ય તરીકે ચૂંટાયા
આ વર્ષે જ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા
1988 થી 1996 સુધી પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યા
1996 થી 1997 પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે કાર્ય
1998 વર્ષે ભાજપનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ બન્યા
2006 વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યા
2006 – 2012એ રાજ્યસભાનાં સદસ્ય રહ્યાં
CM Vijay Rupani Resignation: મુખ્યપ્રધાનની રેસમાં પાંચ પાટીદાર નેતાઓનું નામ ચાલી રહ્યું છે. ખાસ કરી ને થોડા સમય પહેલા પાટીદાર મુખ્યપ્રધાન બનાવવા માટે ગણગણાટ શરૂ થયો હતો. હવે હાલમાં પાંચ પાટીદાર નેતાનાં નામ રેસમાં ચાલી રહ્યા છે.
આ પાંચ એવા નેતા છે કે જેમના નામ રેસમાં ચાલી રહ્યા છે.
CM Vijay Rupani Resignation: ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું છે. રાજ્યપાલના મળ્યા બાદ સીએમ રૂપાણીએ સીધી પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ જાહેરાત અનેક સંકેત આપી રહી છે. તેમણે રાજીનામુ આપતા કહ્યું કે, મારા જેવા કાર્યકરને જે તક આપી તેના માટે આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામુ સોંપ્યુ છે. પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ
CM Vijay Rupani Resignation:
વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષનાં રાજનેતા છે. પશ્ચિમ રાજકોટનાં પ્રતિનિધિરૂપેએ ગુજરાત વિધાનસભાનાં સદસ્ય છે. એમણે 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાત રાજ્યના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભારતીય જનતા પક્ષનાં રાજ્યાધ્યક્ષ પણ છે.
2 ઓગસ્ટ 1956ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા. રમણિકલાલ સપરિવાર 1960માં બર્માને છોડીને હંમેશાને માટે ભારત આવ્યા. પછી તેઓ ગુજરાતનાં રાજકોટમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા.
વિજય રૂપાણી 1978 વર્ષથી 1981 સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતાં. 1987 વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા. સમાંતર વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા. એ પદ પર તેઓ 1988 થી 19996 સુધી આરૂઢ હતા. વચ્ચે 1995માં વર્ષે એમનું રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષત્વે પુનઃ ચયન થયું. પછી એમણે 1996 થી 1997 પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું.
પછી 1998 વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. 2006 વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. 2006 – 2012 એ રાજ્યસભાનાં સદસ્ય હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ (2013) બન્યા.
19 ફેબ્રુઆરી 2016 ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા. એમનાં પૂર્વ એ પદે આર્. સી. ફળદુ આરૂઢ હતા. 2014 ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાતવિધાનસભાનાં વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકત્વે ત્યાગપત્ર આપી કર્ણાટક-રાજ્યનાં રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ-દળ દ્વારા વિજયનું નામાંકન એ રિક્ત સ્થાનની પૂર્તિ માટે થયું. 19 ઓક્ટોબર 2014ના રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જિત્યા.
CM Vijay Rupani Resignation: મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ કહ્યું કે આ ભાજપ જ કરી શકે કે જે નૈતૃત્વમાં ફેરફાર કરી શકે છે અને તમામને તક આપી શકે છે
CM Vijay Rupani Resignation: મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ કહ્યું કે ફેસ મોદી જ છે.નવા નૈતૃત્વ મુજબ લોકો આગળ વધતા ગયા.
CM Vijay Rupani Resignation: મારા જેવા સામાન્ય માણસને મુખ્યપ્રધાન બનવાની તક આપી, નરેન્દ્ર મોદીજીનો આભાર માનું છેુ
Published On - 3:08 pm, Sat, 11 September 21