CM Vijay Rupani: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ, વધારેમાં વધારે લોકોને રસી લેવા કરી અપીલ

|

Apr 21, 2021 | 11:28 AM

CM Vijay Rupani: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કોરોના વેક્સિન (Corona Vaccine)નો પ્રથમ ડોઝ લઈ લીધો છે. લોકોમાં વધારેમાં વધારે જાગૃતિ આવે અને લોકો સંક્રમિત ઓછા થતા જાય તે અપીલ સાથે તેમણે કોવિશિલ્ડ (Covishield) રસી તેમણે લીધી હતી.

CM Vijay Rupani: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કોરોના વેક્સિન (Corona Vaccine)નો પ્રથમ ડોઝ લઈ લીધો છે. લોકોમાં વધારેમાં વધારે જાગૃતિ આવે અને લોકો સંક્રમિત ઓછા થતા જાય તે અપીલ સાથે તેમણે કોવિશિલ્ડ (Covishield) રસી તેમણે લીધી હતી. તેમણે પોતાનું આધારકાર્ડ પણ મેડિકલ ટીમને બતાવ્યું હતું અને ત્યારબાદ વેક્સિનનો ડોઝ લીધો હતો. વેક્સિન લેવાની હોવાનાં કારણે તેઓ પરંપરાગત વસ્ત્રો કરતા હટીને ટી શર્ટમાં જોવા મળ્યા હતા.

 

મખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝતેમણે વેક્સિન બાદ લોકોને અપીલ કરી હતી કે જે લોકો 45 વર્ષ ઉપરનાં છે તેમણે રસી લઈ લેવી જોઈએ. તમામ લોકોએ બે ડોઝ પુરા કરવા જ જોઈએ. તેમણે જણાવ્યું કે મને જ્યારે કોરોના થયો ત્યારબાદ તકેદારી રાખીને ડોક્ટર સાથે વાત કરીને 45 કે 50 દિવસનાં અંતર પછી રસી લઈ લીધી છે. જે લોકોને કોરોના થઈ ગયો હોય તે પણ રસી લઈ જ શકે છે.

જે લોકોએ રસી લઈ લીધી હતી તેમને કોરોનાને લઈ ખાસ તકલીફ નથી પડી, સંક્રમણ જે રીતે વ્યાપક બન્યુ છે, તેમાં જેઓએ વેક્સીન લગાવી લો તો બહુ તકલીફ પડી નથી. ભારત સરકાર દ્વારા 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીન આપવાની જાહેરાત કરી છે. તેથી ગુજરાતે પણ આ માટે તૈયારી કરી લીધી છે. મોટાપાયે વેક્સીનેશનથી કોરોના સંક્રમણમાંથી આપણે બચી શકીશું.

 

Published On - 11:23 am, Wed, 21 April 21

Next Video