રાજ્ય પર વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ચુક્યું છે. ગાંધીનગરના કંટ્રોલરૂમ ખાતે મુખ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગેની સ્પષ્ટતા કરી છે. આ બેઠકમાં CMએ વાયુ વાવાઝોડાને લઈને ખાસ માહિતી આપી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
CMએ જણાવ્યું કે ગાંધીનગરથી જે અધિકારીઓ અને પ્રધાનોને વિવિધ શહેરોમાં મોકલવામાં આવ્યા છે તેમને પરત બોલાવી લેવામાં આવશે સાથે જ વિસ્થાપિતોને પણ પોતાના ઘરે જવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી વિસ્થાપિતોને સહાય પણ કરવામાં આવી છે.
પુખ્તવયના લોકોને સરકાર દિવસના 60 રૂપિયા અને બાળકોને દિવસના 45 રૂપિયા લેખે કેશડોલ્સ પણ ચૂકવશે તો આવતીકાલથી પોર્ટ એક્ટિવિટી અને શાળા-કોલેજે પણ કાર્યરત કરી દેવામાં આવશે. 144 ગામમાં વિજળીની સમસ્યા છે તેને પણ આજ રાત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો: વડાપ્રધાન ઈમરાન ખાને આખી દુનિયાની સામે કપાવ્યુ પાકિસ્તાનનું નાક
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો