ડાંગ-દાહોદમાં વાતાવરણ પલટાયુ, સાપુતારામાં કમોસમી વરસાદ, દાહોદમાં પડયા કરા

|

Feb 18, 2021 | 4:38 PM

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સરક્યુલેશનની અસર ગુજરાતના કેટલાક જિલ્લામાં જોવા મળી હતી. ડાંગમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો દાહોદના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હોવાના અહેવાલ છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને પગલે, ગુજરાતના ડાંગ (Dang) જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર આકાર પામેલ સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ગુજરાતના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જે મુજબ આજે ડાંગ જિલ્લામાં સાપુતારા (Saputara ) સહીતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી જવા પામી છે. દાહોદના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા છે.

Next Video