Porbandar: કુતિયાણાના રેવદ્રા ગામે ધો.1 થી 8ના વર્ગ શરૂ કરાયા, જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી

|

Feb 18, 2021 | 1:15 PM

Porbandar ના કુતિયાણાના રેવદ્રા ગામે પ્રાથમિક સ્કૂલના ધો.1થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવામાં આવ્યા હતા. સરકારી મંજૂરી વિના વિદ્યાર્થીઓને બોલાવાતા આચાર્યને નોટિસ આપવામાં આવી હતી.

Porbandar ના કુતિયાણાના રેવદ્રા ગામે ધો.1 થી 8ના વર્ગ શરૂ કરાયા હતા. પ્રાથમિક સ્કૂલના ધો.1થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવામાં આવ્યા હતા અને કોઈપણ જાતની વાલીઓની સંમતિ લીધા વીના સ્કુલે બોલાવામાં આવ્યા હતા. તેને લઈને વિવાદ સર્જાયો છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતા તેમને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ TPOને તપાસ સોંપી છે. સરકારી મંજૂરી વિના વિદ્યાર્થીઓને બોલાવાતા આચાર્યને નોટિસ આપવામાં આવી હતી. આચાર્ય ખીમ પીઠીયાએ વિદેશમાં હોવાનો બચાવ કર્યો છે. સંમતિ માટે વિદ્યાર્થીઓને બોલાવાયા હોવાનું આચાર્યનું રટણ કરવામાં આવ્યું હતું.

 

Next Video