રાજ્યની રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં આજે ચોથા દિવસે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે સાથે જ અન્ય યોજનાની જાહેરાત કરી છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નારી ગૌરવ દિવસની ઉજવણી પર રાજ્યની મહિલાઓને મહિલા ઉત્કર્ષ યોજના સહીત અન્ય યોજનાનો ભેટ આપી છે અને મહિલાઓના આર્થીક સશક્તિકરણની દિશામાં મહત્વની જાહેરાતો કરી છે.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આજે 10 હજાર સખી મંડળની 1 લાખ બહેનોને વગર વ્યાજે ₹ 100 કરોડનું ધિરાણ આપવામાં આવશે.
આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.
Published On - 11:50 am, Wed, 4 August 21