CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડેલી ખાતે 120 કરોડના ખર્ચે નવ નિર્મિત બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્દઘાટન

|

Oct 20, 2021 | 6:50 PM

પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના પ્રશ્ન સૌને સાથે લઇને ઉકેલવામાં આવ્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડેલી ખાતે 120 કરોડના ખર્ચે નવ નિર્મિત બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્દઘાટન
CM Bhupendra Patel Inaugurates Baroda Dairy Milk Processing Plant At Bodeli At A Cost Of Rs 120 Crore

Follow us on

CHOTA UDEPUR: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ.120 કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સિંહ જેવી દૃઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં દરેક ઉદ્યોગને સહુલિયત રહે અને ક્યાંય કનડગત ન થાય તેની રાજ્ય સરકાર દરકાર લેશે.

મુખ્યપ્રધાન દ્વારા ઉદ્દઘાટિત નવ નિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ ક્ષમતામાં 3 થી 6 લાખ લીટર પ્રતિ દિન વધારો થશે. દૂધની પેકિંગ ક્ષમતા પ્રતિ દિન 3 લાખ થવા સાથે સ્ટોરેજ ક્ષમતા 4 લાખ લીટર થશે. એટલુ જ નહિ ભવિષ્યમાં 11 લાખ લીટર પ્રતિ દિવસ દૂધ સંપાદન પહોંચે ત્યાં સુધીની ક્ષમતા ઉભી થઇ છે. આ નૂતન પ્લાન્ટ આદિવાસી વિસ્તારમાં સ્થપાયેલ હોવાથી રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના વધુ સરળ અને સુલભ બનશે.
મુખ્યપ્રધાને જણાવ્યું કે સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં ખૂબ વિકસી છે. ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સહકાર પ્રધાન અમિતભાઈ શાહે નવા સુધારા દ્વારા સહકારી માળખાને મજબૂતી આપી છે.

ડેરી ઉદ્યોગ એ સહકારિતાની નાભી જેવો ઉદ્યોગ છે. જે લાખો પશુપાલકોને આત્મ નિર્ભર બનાવે છે. સહુનો સાથ, સહુનો વિકાસ અને સહુનો વિશ્વાસ એ વડાપ્રધાનનું સૂત્ર સહકારી ડેરી ઉદ્યોગને ખૂબ લાગુ પડે છે.આત્મનિર્ભર ભારત માટે આત્મ નિર્ભર ગુજરાત જરૂરી છે. ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં સહકારિતા ઉદ્દીપકનું કામ કરે છે.
સ્વરાજની ચળવળ વખતે ગુજરાતમાં સહકારીના પાયા નંખાયા ત્યારે પૂ. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બેલડી દ્વારા તેમને પ્રોત્સાહન અપાયું હતું. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ વટવૃક્ષ બની દેશના સીમાડા વટાવી ગઇ છે. હવે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સહકાર પ્રધાન અમિતભાઇ શાહ સમગ્ર દેશને સહકારથી સમૃદ્ધિનો નવો રાહ ચિંધે છે.

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

તેમણે જણાવ્યું કે, વહીવટમાં શક્ય તેટલી સરળતા દ્વારા લોકોના કામો સરળ બનાવવા એ અમારો સંકલ્પ છે. અમે લોકોની મુશ્કેલીઓ નિવારવા બનતા બધાં જ પ્રયત્નો કરીશું.

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના પ્રશ્ન સૌને સાથે લઇને ઉકેલવામાં આવ્યો છે. બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ.27 કરોડ ચૂકવવામાં આવશે. તેમાંથી રૂ. 18 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે અને બાકીની રકમ આગામી માર્ચ સુધીમાં ચૂકવી દેવાનું ડેરીનું આયોજન છે.

આ વિસ્તારમાં રૂ.550 કરોડના ખર્ચથી 191 જેટલા વિકાસના કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ.180 કરોડના વિકાસ કામો પૂર્ણ થઇ ગયા છે. બોડેલી ફાટકનું કામ પણ ઝડપથી મંજૂર કરવામાં આવનાર છે.

બરોડા ડેરીની મૃત્યુ સહાય યોજના હેઠળ ડેરીના મૃતક કર્મચારી નીતિનભાઇ પટેલના ધર્મપત્ની દીપિકાબેન પટેલને રૂ.10 લાખનો ચેક મુખ્યપ્રધાને અર્પણ કર્યો હતો.પ્રારંભમાં સૌને આવકારતા બરોડા ડેરીના પ્રમુખ દિનુભાઈ પટેલ જણાવ્યું કે 1957 માં માત્ર 6 મંડળી અને 500 લીટર દૂધથી શરૂ થયેલી બરોડા ડેરી આજે 1200 દૂધ મંડળી સાથે રોજનું 6.50 લાખ લીટર દૂધ એકત્ર કરે છે.બરોડા ડેરીને મજબૂત કરવામાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોનો સિંહ ફાળો રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતુ. અંતમાં બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ આભારવિધિ કરી હતી.

Next Article