છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના વસેડીમાં ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિએ કરી પત્નીની હત્યા (Murder) કરી નાખી હોવાની ઘટવા બની છે. ઓઢણી વડે પથારીમાં ગળે ટુંપો દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારો પતિ મૂળજી ચીમન વણકર હોમગાર્ડમાં ફરજ બજાવે છે, જ્યારે મૃતક હંસાબેન પણ GRDમાં ફરજ બજાવતાં હતાં. આરોપી મૂળજી વણકરને પોલીસે બોડેલીથી પકડી પાડ્યો છે. બંનેને લગ્ન જીવનમાં એક 9 વર્ષનું અને એક 14 વર્ષનું એમ બે સંતાન છે. મૃતક મહિલાના ભાઈએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો પ્રમાણે છોટાઉદેપુરની નજીક આવેલા વસેડી નામના ગામમાં રહેતા મુળજી ચીમનભાઈ વણકર હોમગાર્ડમાં ફરજ બજાવે છે તેમાં પત્ની પણ જીઆરડીમાં ફરજ બજાવતાં હતાં. બંને વચ્ચે પત્નીના ચારિત્ર્યના મુદ્દે વારંવાર ઝઘડાઓ થતા હતા. ગત રાત્રે પણ આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયા બાદ મૂળજીએ તેની પત્નીને ઓઢણી વડે ગળે ફાંસો આપી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મુળજી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા મૃતક હંસાબહેનના ભાઈએ છોટાઉદેપુર પોલીસ મથકમાં મૂળજી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં આરોપી મુળજીને બોડેલીથી ઝડપી લીધો હતો.
લગભગ 15 વર્ષ પહેલાં આ બંનેનાં લગ્ન થયાં હતાં અને લગ્નજીવનમાં બંનેને 8 વર્ષ અને 14 વર્ષના એમ બે સંતાનો છે. જોકે હંસાબેન જીઆરડીમાં નોકરી કરતાં હોવાથી તે ફરજ પર આખો દિવસ બહાર રહેતાં હતાં. આ કારણે તેનો પતિ તેમના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. આ શંકાનું પ્રમાણ વધી જતાં છેલ્લા કેટલાક સમયથી બેને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ ઝઘડાએ આખરે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને પતિએ ઓઢણી વડે ગળે ટુંપો આપીને પત્નીની હત્યા કરી નાખી હતી.
Published On - 9:36 pm, Mon, 23 May 22