છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 11નું સમાજશાસ્ત્રનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું

|

Feb 22, 2022 | 5:47 PM

ઘટનાને પગલે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ થયું દોડતું થયું છે, જોકે જિલ્લા શિક્ષધિકારીએ કહ્યું હતું કે જિલ્લામાંથી કોઈપણ પ્રકારના પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં અપલોડ કરાયાં નથી

છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 11નું સમાજશાસ્ત્રનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું
છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 11નું સમાજશાસ્ત્રનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું

Follow us on

છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં ધોરણ 11નું સમાજશાસ્ત્ર (sociology) નું પેપર સોશિયલ મીડિયા (social media) માં વાયરલની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાને પગલે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ થયું દોડતું થયું છે. જોકે જિલ્લા શિક્ષધિકારીએ કહ્યું હતું કે જિલ્લામાંથી કોઈપણ પ્રકારના પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં અપલોડ કરાયાં નથી.

છોટાઉદેપુર જિલ્લામાં આજે ધોરણ 11ની પરીક્ષા દરમિયાન સમાજશાસ્ત્રનું પેપર લેવાનું હતું પણ પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પેપર સોશિયલ મીડિયા પર ફરતું થઈ ગયું હતું. આ વાત ધ્યાને આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે શિક્ષણાધિકારી જિલ્લામાંથી આ પેપર અપલોડ થયું હોવાનો ઇનકાર કરી રહ્યા છે.

હાલમાં શાળાઓમાં પરીક્ષા ચાલી રહી છે. જેમાં ધોરણ 11માં સોમવારે સમાજશાસ્ત્ર વિષયનું પ્રશ્નપત્ર હતું. પરીક્ષા શરૂ થતાં પહેલાં જ આ વિષયનું પ્રશ્નપત્ર યુ ટ્યુબ ઉપર ફરતું થઈ ગયું હતું.યુ ટ્યુબની એક ચેનલ ઉપર આ વિષયનું પ્રશ્નપત્ર ફરતું જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી શાળાની પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટ્યા હોવાની ચર્ચા ઉભી થયેલી છે. સમાજશાસ્ત્ર વિષયનું યુ ટ્યુબ ચેનલ ઉપર આવેલ પ્રશ્નપત્રમાં આવેલા પ્રશ્નપત્રમાં 1થી 31 જે પ્રશ્નો છે. એ જ પ્રશ્નો પરીક્ષાના પેપરમાં જોવા મળ્યા હતા.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પેપર લીક મામલે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. ધો.11નું સમાજશાસ્ત્ર વિષયનું પેપર જે યુ ટ્યુબ ચેનલ ઉપર છે. એજ ચેનલ ઉપર અન્ય વિષયોના પણ પેપર છે.

આ પણ વાંચોઃ અમદાવાદની વિદ્યાર્થિનીએ બનાવ્યુ અનોખુ વોટર પ્યોરીફાયર, ઇલેક્ટ્રીસટી વગર એક સેકન્ડમાં શુદ્ધ પાણી મળશે

આ પણ વાંચોઃ JAMNAGAR : 18 વર્ષથી નાની ઉંમરના બાળકને મુશ્કેલીમાં જુઓ ત્યારે ડાયલ કરો 1098

Published On - 5:16 pm, Tue, 22 February 22

Next Article