CHHOTAUDEPUR : CCIએ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોનો વિરોધ

|

Jan 26, 2021 | 9:18 AM

છોટા ઉદેપૂરના નસવાડી APMCમાં CCI એ કપાસની ખરીદી બંધ કરી દેતા કપાસ વેચવા આવેલા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના કપાસ ખરીદ કેન્દ્રની ઓફિસ બહાર નોટીસ લગાવી દેવામાં આવી કે કપાસની ખરીદી બંધ છે.

CHHOTAUDEPURના નસવાડી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે કપાસ વેંચવા આવેલા ખેડૂતોને ધરમ ધક્કો થયો છે. ખેડૂતો કપાસની ગાંસડીઓ બાંધી વાહનમાં નસવાડી APMC ખાતે ટેકાના ભાવે કપાસ વેચવા પહોચ્યા ત્યાં CCI દ્વારા અચાનક કપાસની ખરીદી બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું. ખેડૂતો નસવાડી APMCના CCI ખરીદકેન્દ્રને ઓફિસે ગયા તો બહાર નોટીસ લગાવેલી હતી કે કપાસની ખરીદી બંધ છે.

નસવાડી APMC ખાતે CCI દ્વારા અચાનક ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. કારણકે એક બાજુ કપાસની ખરીદી બંધ થતા ધરમ ધક્કો થયો અને બીજી બાજુ ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે કપાસ વેંચવા મજબુર બન્યા. રોષે ભરાયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

Next Video