Chhota Udepur: 3 ગામના સરપંચ અને વેપારીઓએ પરામર્શ કરી આંશિક લોકડાઉન નક્કી કર્યું

|

Apr 28, 2021 | 9:52 PM

છોટાઉદેપુર જિલ્લામાં પણ હવે દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે બાબતે ચિંતા કરી બોડેલી, ઢોકલયા અને અલીપુરા ગામના સરપંચ અને વેપારીઓએ પરામર્શ કરી આંશિક લોકડાઉન કરવાનું નક્કી કર્યું છે.

Chhota Udepur: 3 ગામના સરપંચ અને વેપારીઓએ પરામર્શ કરી આંશિક લોકડાઉન નક્કી કર્યું
પ્રતિકાત્મક તસવીર

Follow us on

છોટાઉદેપુર જિલ્લામાં પણ હવે દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે બાબતે ચિંતા કરી બોડેલી, ઢોકલયા અને અલીપુરા ગામના સરપંચ અને વેપારીઓએ પરામર્શ કરી આંશિક લોકડાઉન કરવાનું નક્કી કર્યું છે. બે વાગ્યા બાદ બોડેલી સહિત ત્રણ ગામની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવશે. જોકે કેટલાક લોકો લોકડાઉનના નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યા છે.

 

બોડેલી, અલીપુરા અને ઢોકળીયાના સરપંચો અને વહેપરીઑએ વધી રહેલા કોરોના કેસોને ધ્યાને લઈ ત્રણે ત્રણ ગામના સરપંચો ગામ વેપારીઓ સાથે મિટિંગ કરી અને બપોરના બે વાગ્યા બાદ તમામ બજારની દુકાનો બંધ કરી બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાત દિવસ સુધી ગામના બજારો બપોરના બે વાગ્યા બાદ બંધ થઈ જશે. જોકે લોકડાઉને કોરોના સંક્રમિતોના વધી રહેલા આંકડાને કાબૂમાં લાવવા માટે યોગ્ય માર્ગ નથી, તેવું બોડેલી ગામના કેટલાક લોકોનું કહેવું છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

તેમનુ કહેવું છે કે જે આગળના સમયમાં પણ સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેની કોઈ અસર થઈ ન હતી પણ આર્થિક રીતે લોકો પાયમાલ થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ફરીથી થતું આ સ્વૈછિક લોકડાઉન આર્થિક રીતે મુશ્કેલીઓ વધારનારું સાબિત થશે.

 

કેટલાક લોકોનું કહેવું છે અર્ધ લોક ડાઉનનો કોઈ મતલબ નથી, સવારથી લોકો મોટી સંખ્યામાં બજારમાં આવી જાય છે. જેને લઈ સંક્રમણ વધવાની શકયતામાં વધારો થાય છે તો સંક્રમિત લોકો પણ બજારમાં બિન્દાસ ફરી રહ્યા છે. જે કોરોના વાહક બનીને અન્યોને પણ સંક્રમિત કરી રહ્યા છે.

 

ગામના કેટલાક લોકો તો આક્ષેપ સાથે જણાવી રહ્યા છે કે સરકાર સાથે સંકળાયેલ લોકોના દબાણથી લોકડાઉન કરવામાં આવ્યું છે. જો લોકડાઉન કરવાથી જ કોરોનાને કંટ્રોલમાં લાવી શકાય તો જ્યાં સુધી કોરોનાના જાય ત્યાં સુધી લોકડાઉન લગાવવું જોઈએ. કોરોનાના નાશ કરવાનું હથિયાર લોકડાઉન નથી પણ લોકડાઉનને લઈ લોકોને પરેશાની ઉઠાવી રહ્યા છે.

 

ખરેખર છોટાઉદેપુર જિલ્લામાં સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો કરવો હોય તો આરોગ્ય સેવામાં વધારો કરવો જોઈએ. લોકો અપૂરતી આરોગ્ય સેવાને લઈ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. લોકડાઉન જ એક કોરોનાને કાબૂ કરવા માટેનો રસ્તો નથી. ખરેખર જે રીતે કોરોના પોતાનો વેગ પકડી રહ્યો છે તે જ રીતે કોરોનાને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ તેટલુ જ સક્રિય બને તો કોરોનાને કાબૂ કરવો મુશ્કેલ નથી, તેવું બોડેલી ગામના લોકોનું કહેવું છે.

 

આ પણ વાંચો: Coronavirus: PM કેયર્સ ફંડમાંથી ખરીદવામાં આવશે 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ

Next Article