VIDEO: છોટા ઉદેપુરમાં રેતીનું ગેરકાયદેસર ખુલ્લે આમ થઈ રહ્યું છે ખનન, રોકવાનો પ્રયાસ કરતા રેત માફિયાઓએ કર્યો સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો

|

Jun 20, 2019 | 5:56 AM

છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની સફેદ સોનું ગણાતી રેતીનું ગેરકાયદે ખુલ્લે આમ ખનન થઈ રહ્યું છે. ગેરકાયદે ચોરી કરતા રેત માફિયાઓનો જાણે કોઈનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે. અને જો તેમને રોકવાનો પ્રયાસ કરાય તો તેઓ જીવલેણ હુમલો કરતા પણ ખચકાતા નથી. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણકે છોટાઉદેપુર […]

VIDEO: છોટા ઉદેપુરમાં રેતીનું ગેરકાયદેસર ખુલ્લે આમ થઈ રહ્યું છે ખનન, રોકવાનો પ્રયાસ કરતા રેત માફિયાઓએ કર્યો સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો

Follow us on

છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીની સફેદ સોનું ગણાતી રેતીનું ગેરકાયદે ખુલ્લે આમ ખનન થઈ રહ્યું છે. ગેરકાયદે ચોરી કરતા રેત માફિયાઓનો જાણે કોઈનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે. અને જો તેમને રોકવાનો પ્રયાસ કરાય તો તેઓ જીવલેણ હુમલો કરતા પણ ખચકાતા નથી. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણકે છોટાઉદેપુર નજીક આવેલા નદીના પટમાં રેત માફિયાઓ રેતીનું ખનન કરી રહ્યા હોવાની બાતમીના આધારે, ખાણ અને ખનીજ વિભાગના કર્મચારીઓ તેમને ઝડપી પાડવા માટે નદીના પટમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો: અશોક ગેહલોત લઈ શકે છે રાહુલ ગાંધીની જગ્યા, બનશે કોંગ્રેસ અધ્યક્ષ?

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

અધિકારીઓના આવવાની જાણ થતાં જ રેત માફિયાઓ ભાગવા લાગ્યા હતા. રેત માફિયા ગેંગના વડાને જાણ થતાં જ તે મોટરસાઇકલ પર આવી પહોંચ્યો હતો અને તેને જોતા તેના ભાગી રહેલા સાગરિતોમાં હિંમત આવી હતી. અને તેઓએ સરકારી કર્મચારીઓ સાથે મારામારી શરૂ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખાણ-ખનીજ વિભાગના કર્મચારીઓએ રેતી ભરેલા ટ્રેક્ટર પર કબ્જો કરી લીધો હતો પણ માફિયાઓ પથ્થરમારો કરીને ટ્રેક્ટર છોડાવીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી પણ પોલીસ પહોંચે તે પહેલાં જ રેત માફિયાઓ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે હાલ આ સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article