Chhota Udaipur: સિવિલ હોસ્પિટલમાં ગંદકી અને અવ્યવસ્થાથી દર્દી પરેશાન, પાણીની પણ નથી સુવિધા

|

May 06, 2021 | 5:49 PM

છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ ચારો તરફ ગંદકી અને અવ્યવસ્થાને લઈ ત્રાહિમામ થઈ ઉઠયા છે. જ્યાં જુઓ ત્યાં મેડિકલ વેસ્ટ પડેલું જોવા મળી રહ્યું છે. જે હોસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારી ગણી શકાય.

છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ ચારો તરફ ગંદકી અને અવ્યવસ્થાને લઈ ત્રાહિમામ થઈ ઉઠયા છે. જ્યાં જુઓ ત્યાં મેડિકલ વેસ્ટ પડેલું જોવા મળી રહ્યું છે. જે હોસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારી ગણી શકાય. હોસ્પિટલની બહાર તો ચારો તરફ ગંદકીના ઢગ જોવાઈ રહ્યા છે તો અંદરની બાજુ પણ ગંદકીને લઈ લોકો પરેશાન છે જે બાબતે ચાર દિવસ પહેલા એક આદીવાસી યુવતીએ વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો.

 

 

જેની નોંધ ખુદ ડીડીઓએ લીધી હતી અને તપાસના આદેશ પણ આપ્યા હતા પણ આજે પણ સ્થિતી જેમની તેમજ છે. છોટાઉદેપુરના રાજયસભાના સાંસદ નારણ ભાઈ રાઠવાએ પણ આ બાબતે તપાસ કરી હતી અને તેઓએ પણ આ બાબતે કાળજી લેવા જણાવ્યુ હતું.

 

 

 

હોસ્પિટલની બહાર જ્યાં કોરોનાના દર્દીઓને લઈને 108 આવતી હોય છે અને દર્દીઓને જ્યાંથી આઈસોલેશન વોર્ડમાં લઈ જવામાં આવે છે. ત્યાં જ પૂષ્કળ પ્રમાણમાં ગંદકી છે. કોરોના દર્દીની સરવારમાં વપરાયેલ મેડિકલ વેસ્ટ હોસ્પિટલના દરવાજા નજીક પડેલ છે.

 

 

તેમાં પીપીઈ કીટ, વપરાયેલા ઇંજેક્શન, બોટલો, પાણીના બાટલા તો કોરોના દર્દીને આપવામાં આવેલ વધેલો ખોરાક પણ અહીં જ ફેંકી દેવામાં આવે છે અને અહીંથી જ ડોક્ટરો અને નર્સોંની અવર જવર પણ થાય છે પણ આ બાબતે કેમ હોસ્પિટલ તંત્ર દ્વારા અનદેખી કરવામાં આવે છે. તે વિચારવા જેવી બાબત છે.

 

 

હાલની સ્થિતીમાં હોસ્પિટલના તમામ બેડ ફૂલ થઈ ગયા છે. કેટલાક દર્દીઓને નીચે પણ સુવડાવી સારવાર આપવામાં આવે છે. ત્યારે આ સ્થિતીમાં 108 દર્દીને લઈને આવે છે તેને વેઈટિંગમાં રહેવું પડે છે. કોઈ બેડ ખાલી થાય ત્યાં સુધી દર્દીને એમ્બ્યુલન્સમાં મૂકી રાખવામાં આવે છે, જ્યાં 108 ઊભી હોય છે, તેની નજીકમાં જ આ મેડિકલ વેસ્ટ પડેલો હોય છે.

 

છોટાઉદેપુર જિલ્લાની સિવિલનું મેનેજમેન્ટ ખાડે ગયેલ હોય તેમ લાગી રહ્યું છે. અહીં આવતા દર્દીના સગા માટે બેસવા માટે કોઈ સુવિધા નથી. જેને લઈ પાંચ પાંચ દિવસ સુધી આવેલા દર્દીઓના સગા ખુલામાં રહી રાત દિવસ પસાર કરી રહ્યા છે.

 

 

એટ્લે સુધી કે હોસ્પિટલના ફર્સ પર દાખલ કરવામાં આવેલ દર્દી માટે પંખાની પણ વ્યવસ્થા ના હોય ઘરેથી કેટલાક દર્દી પંખા લઈને આવે છે. આવી સ્થિતીમાં કયારે તેમના સગા સારા થાય તેની રાહ જોઈ રહ્યા છે. અહીં નથી પીવાના પાણીની પણ કોઈ સુવિધા. જેને લઈ દૂર દૂરથી આવેલ લોકોએ પાણી માટે પણ મુશ્કેલી વેઠવી પડે છે.

 

આ પણ વાંચો: TV9 IMPACT: અહેવાલ પ્રસારિત થયા બાદ નર્મદામાં RTPCR લેબ શરૂ

Next Video