Chaitra Navratri 2021 : આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિ, સ્થાપન પહેલા જાણી લો જરૂરી સવાલના જવાબ

|

Apr 13, 2021 | 9:56 AM

નવરાત્રીના નવે-નવ દિવસ માતા દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પુજા કરવામાં આવે છે. ચાલો અહી જાણીએ નવરાત્રીના આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો..

Chaitra Navratri 2021 : આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિ, સ્થાપન પહેલા જાણી લો જરૂરી સવાલના જવાબ
Chaitra Navratri 2021

Follow us on

Chaitra Navratri 2021  : ચૈત્રી નવરાત્રિ 13 એપ્રિલ, મંગળવારે શરૂ થઈ રહી છે. નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધૂમધામથી મનાવાય છે. નવરાત્રીના આ તહેવારને વર્ષમાં બે વાર પૂરી ઉત્સાહ અને ભાવ ભક્તિથી લોકો માનવતા હોય છે. નવરાત્રીના નવે-નવ દિવસ માતા દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પુજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ નવરાત્રીમાં માતાજીની પૂરા ભક્તિભાવથી અને સંપૂર્ણ વિધિ-વિધાનથી જો પુજા અર્ચના કરવામાં આવે તો ભક્તોના દરેક કષ્ટ દૂર થાય છે. તેમજ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ચાલો અહી જાણીએ નવરાત્રીના આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો..

1 )  ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ અને અંત ક્યારે છે ?
આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલ, મંગળવારથી શરૂ થઈને 22 એપ્રિલ ગુરુવાર સુધી ચાલશે.
2 )  ચૈત્ર નવરાત્રિ 2021 ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે?
ચૈત્ર નવરાત્રિનું 2021 સ્થાપન મુહૂર્ત 13 એપ્રિલ સવારે 5 વાગ્યેને 28 મિનિટથી સવારે 10 વાગ્યેને 14 મિનિટ સુધી છે.
અવધિ – 4 કલાક 15 મિનિટ
સ્થાપનનું બીજું શુભ મુહૂર્ત – સવારે 11 વાગ્યેને 56 મિનિટથી બપોરે 12 વાગેને 47 મિનિટ સુધી
3 ) નવરાત્રિ દરમ્યાન શું કરવું જોઈએ ?
નવરાત્રિ દરમ્યાન માતા દુર્ગાની પુજા-અર્ચના કરવી જોઈએ. આ નવ દિવસ વાદ-વિવાદથી બચવું જોઈએ. કડવા વચનોથી બચવું જોઈએ. આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
4 ) નવરાત્રિ દરમ્યાન શું ખાવું જોઈએ ?
નવરાત્રિ દરમ્યાન શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, તેમજ ઉપવાસ દરમ્યાન ફળ તેયજ સૂકા મેવા ખાવા જોઈએ.
5 ) શું છે નવરાત્રિનું મહત્વ ?
નવરાત્રિ દરમ્યાન માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આ નવ દિવસ પુજા અર્ચના કરવામાં આવે છે. માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો નવ દિવસ સુધી વ્રત-ઉપવાસ કરે છે. માન્યતા છે કે નવવ્રતરી દરમ્યાન માં દુર્ગાની ઉપાસના કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તોના તમામ દુખ દર્દ દૂર થાય છે.

6 ) જાણો ક્યાં દિવસે થશે ક્યાં દેવીની પુજા

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

પ્રથમ દિવસ: 13 એપ્રિલ 2021, મા શૈલપુત્રી પૂજા
બીજો દિવસ: 14 એપ્રિલ 2021, મા બ્રહ્મચારિણી પૂજા
ત્રીજો દિવસ: 15 એપ્રિલ 2021, મા ચંદ્રઘંટા પૂજા
ચોથો દિવસ: 16 એપ્રિલ 2021, મા કુષ્માન્દા પૂજા
પાંચમો દિવસ: 17 એપ્રિલ 2021, મા સ્કંદમાતા પૂજા
છઠ્ઠા દિવસ: 18 એપ્રિલ 2021, મા કાત્યાયની પૂજા
સાતમમો દિવસ: 19 એપ્રિલ 2021, મા કાલરાત્રી પૂજા
આઠમો દિવસ: 20 એપ્રિલ 2021, મા મહાગૌરી પૂજા
નવમો દિવસ: 21 એપ્રિલ 2021, મા સિદ્ધિદાત્રી પૂજા
દસમો દિવસ: 22 એપ્રિલ 2021, ઉપવાસ

Published On - 5:41 pm, Mon, 12 April 21

Next Article