સાવધાન !!! રાજ્યમાં મે મહિનામાં રોજના કોરોનાના 20 હજાર કેસ નોંધાવાની શક્યતા, નિષ્ણાંતોનું મંતવ્ય

|

Apr 16, 2021 | 3:06 PM

સાવધાન !!! દેશ અને રાજ્યમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, ત્યારે હવે ગુજરાતીઓને સાવધાન થઇ જવાની જરૂર છે. નિષ્ણાંતોના મત પ્રમાણે, હવે પછીના ત્રણ સપ્તાહ અત્યંત સંવેદનશીલ રહેશે.

સાવધાન !!! દેશ અને રાજ્યમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, ત્યારે હવે ગુજરાતીઓને સાવધાન થઇ જવાની જરૂર છે. નિષ્ણાંતોના મત પ્રમાણે, હવે પછીના ત્રણ સપ્તાહ અત્યંત સંવેદનશીલ રહેશે. આ ઉપરાંત નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં મેં મહિનામાં રોજના કોરોનાના 20 હજાર કેસ નોંધાવાની શક્યતા છે. તો દેશમાં મે મહિનામાં દરરોજ નોંધાતા કેસની સંખ્યા 4 લાખ પર પહોંચી શકે છે. કેન્દ્ર સરકારની કમિટી અને વરિષ્ઠ તબીબો સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું છે કે ભારતમાં ત્રણ સપ્તાહમાં કેસ બમણાથી અઢી ગણા થઈ જશે. આવનારી 21 તારીખ સુધીમાં ભારતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હશે એવું કોરોનાની પીકનો ગાણિતિક અભ્યાસ કરનારા તજજ્ઞોએ પણ જણાવ્યું હતું. મહત્વનું છે કે, જો આમ જ રહેશે તો કોરોનાના કેસમાં ભારત અમેરિકાનો રેકોર્ડ તોડી વિશ્વમાં સૌથી મોખરે થઇ જશે.

 

Published On - 3:03 pm, Fri, 16 April 21

Next Video