અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ! મેયરના આદેશનો કર્યો અનાદર

|

Mar 07, 2020 | 3:02 PM

અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે પાછલા કેટલાક સમયથી ચાલતું શીતયુદ્ધ આખરે આજે સપાટી પર આવી જ ગયું. ઢોરવાડા મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો કમિશનર ગાયબ થતા રોષે ભરાયા. અને રજૂઆત કરવા મેયર પાસે પહોંચ્યા. જોકે મેયર બિજલ પટેલે કમિશનરની ગેરહાજરીમાં ડેપ્યુટી કમિશનરને આવેદન સ્વીકરવા માટે આદેશ કર્યો. આ પણ વાંચોઃ રાજ્યસભાની ચૂંટણીમાં કોણ […]

અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ! મેયરના આદેશનો કર્યો અનાદર

Follow us on

અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે પાછલા કેટલાક સમયથી ચાલતું શીતયુદ્ધ આખરે આજે સપાટી પર આવી જ ગયું. ઢોરવાડા મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો કમિશનર ગાયબ થતા રોષે ભરાયા. અને રજૂઆત કરવા મેયર પાસે પહોંચ્યા. જોકે મેયર બિજલ પટેલે કમિશનરની ગેરહાજરીમાં ડેપ્યુટી કમિશનરને આવેદન સ્વીકરવા માટે આદેશ કર્યો.

આ પણ વાંચોઃ રાજ્યસભાની ચૂંટણીમાં કોણ બનશે ભાજપનો ડાર્ક હોર્સ? આ વાતને લઈ મુંજવણમાં છે પાર્ટી!

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પરંતુ ડેપ્યુટી કમિશનરે કમિશનર વિજય નહેરાના આદેશથી મેયરના આદેશનો અનાદર કર્યો. અને આવેદનપત્ર ન જ સ્વીકાર્યું. જેથી કોંગ્રેસના કાર્યકરોએ કમિશનરની ઓફિસમાં આવેદનની કોપી ચોંટાડી દીધી. તો કમિશનરની આડોડાઇથી મેયર બિજલ પટેલ એટલા તો, છંછેડાયા કે તેઓએ ખાનગીમાં જ ન કહેવાના શબ્દો ઉચ્ચારી દીધા. જોકે આ મુદ્દે જ્યારે મેયર બિજલ પટેલને પૂછવામાં આવ્યું તો તેઓએ પણ કબૂલાત કરી કે તેમના આદેશનું અપમાન કમિશનરે કર્યું છે. અને તેના માટે તેઓ પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરીને ઠોસ કાર્યવાહી કરશે.

જોકે મેયર કમિશનર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ મુદ્દે જ્યારે Tv9ની ટીમે કમિશનર વિજય નહેરાને પૂછ્યુ તો તેઓએ જાણે કે કશું જ બન્યું હોય તેવો ડહોળ કરવાનો પ્રયાસ કર્યો. અને આ સમગ્ર મામલે સોમવારે કોર્પોરેશન ઓફિસમાં આવજો તેમ કહીને કિનારો કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જોકે વાદ વિવાદ અને હૂંસાતૂંસી વચ્ચે કોંગ્રેસે પણ વહેતી ગંગામાં હાથ ધોઇ લીધા. મેયરનો પક્ષ લઇને દિનેશ શર્માએ મેયરના અપમાન મુદ્દે ઠપકાની દરખાસ્ત લાવવાની ચીમકી ઉચ્ચારી. મહત્વપૂર્ણ છે કે, ઢોરવાડામાં ઢોર ગાયબ થવા મુદ્દે કોંગ્રેસના નેતા અને કાર્યકરો 2 કલાક સુધી આવેદન આપવા માટે રઝડતા રહ્યા. અને કોઇએ તેઓની રજૂઆત સાંભળવાની દરકાર ન લીધી. જેને લઇને કોંગ્રેસના નેતાઓમાં ભારે રોષ ફેલાયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article