VIDEO: અમદાવાદમાં બેંક લૂંટના કેસમાં પોલીસ કોન્સ્ટેબલના નામનો ખુલાસો, બંદૂક અપાવી હોવાનો આક્ષેપ

અમદાવાદના ઘાટલોડિયામાં IIFL ઓફિસમાં લૂંટના નિષ્ફળ પ્રયાસના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઘાટલોડિયા પોલીસે હેડક્વાર્ટરમાં જ ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા આરોપી ચિરાગ ભાવસારની પુછપરછ દરમિયાન આરોપી કોન્સ્ટેબલે તેને રાજસ્થાનથી રિવોલ્વર લાવવામાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે અન્ય આરોપી એવા કોન્સ્ટેબલની પણ ધરપકડ કરી […]

VIDEO: અમદાવાદમાં બેંક લૂંટના કેસમાં પોલીસ કોન્સ્ટેબલના નામનો ખુલાસો, બંદૂક અપાવી હોવાનો આક્ષેપ
| Updated on: Jul 07, 2019 | 1:56 PM

અમદાવાદના ઘાટલોડિયામાં IIFL ઓફિસમાં લૂંટના નિષ્ફળ પ્રયાસના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઘાટલોડિયા પોલીસે હેડક્વાર્ટરમાં જ ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા આરોપી ચિરાગ ભાવસારની પુછપરછ દરમિયાન આરોપી કોન્સ્ટેબલે તેને રાજસ્થાનથી રિવોલ્વર લાવવામાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે અન્ય આરોપી એવા કોન્સ્ટેબલની પણ ધરપકડ કરી છે. બંને આરોપીઓની ધરપકડ બાદ હાલ પોલીસે બંને આરોપીઓને સાથે રાખી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ VIDEO: ડાંગમાં નદી બે કાંઠે અને મહુવાના ઉમરામાં મધર ઈન્ડિયા ડેમ ઓવર ફ્લો થયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે ગઈકાલે વસ્ત્રાપુરમાં IIFLની ઓફિસમાં બંદૂક બતાવી એક આરોપીએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે બેંકના કર્મચારીઓની સર્તકતાથી આરોપી લૂંટ ચલાવવામાં નિષ્ફળ નિવડ્યો હતો. અને બાદમાં પોલીસે તેને જેલના સળિયા ગણતો કર્યો હતો. પોલીસે આરોપી ચિરાગ ભાવસારની પૂછપરછ કરતા તેણે કોન્સ્ટેબલની મદદ વડે રાજસ્થાનથી બંદૂક મગાવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આરોપીની મદદ કરનાર કોન્સ્ટેબલની પણ ધરપકડ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:48 pm, Sun, 7 July 19