CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર, અમદાવાદની શ્રેયા ટીબ્રેવાલે દેશભરમાં પ્રથમ રેન્ક મેળવ્યો

|

Feb 08, 2021 | 8:46 PM

CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ટોપ 50માં અમદાવાદના 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.

ઓલ ઇન્ડિયા CA ફાઉન્ડેશન તેમજ CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ માટે ગૌરવ સમાન શ્રેયા ટીબ્રેવાલે ભારતમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. શ્રેયા ટીબ્રેવાલે CA ઇન્ટરમીડીએટ ન્યૂ કોર્સમાં ભારતભરમાં પ્રથમ રેન્ક મેળવતા ગુજરાત માટે ગૌરવ સમાન પળ રહી. તો અમદાવાદના જ ચિરાગ અસાવાએ ઓલ ઇન્ડિયા CA ઇન્ટરમીડીએટ ન્યૂ કોર્સમાં 7મો રેન્ક મેળવ્યો છે.

 

CA ફાઉન્ડેશન અને CA ઇન્ટરમીડિયેટમાં ટોપ 50માં અમદાવાદના 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.અમદાવાદના પાર્થ બંસલે CA ઇન્ટરમીડીએટ ન્યૂ કોર્સમાં 21મો રેન્ક મેળવ્યો છે. CA IPCE જૂના કોર્સમાં ઓલ ઇન્ડિયાનું પરિણામ 1.81 ટકા રહ્યું છે. આ કોર્સમાં 4094 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 74 વિદ્યાર્થીઓ પાસ થયા છે. CA IPCE જુના કોર્સમાં અમદાવાદ સેન્ટરમાં 72માંથી 5 વિદ્યાર્થીઓ પાસ થયા છે. CA ઇન્ટરમીડીએટ ન્યૂ કોર્સમાં ઓલ ઇન્ડિયાનું 17.09 ટકા પરિણામ રહ્યું છે. આ નવા કોર્સમાં 28644 માંથી 4895 વિદ્યાર્થીઓ પાસ થયા છે. CA ઇન્ટરમીડીએટ ન્યૂ કોર્સમાં અમદાવાદના 1071 વિદ્યાર્થીમાંથી 351 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

Next Video