કર્ફ્યુ પહેલા ખરીદી લેજો પતંગ-દોરી, નહીતર જેલમાં ઉજવવી પડશે Uttarayan

|

Jan 13, 2021 | 3:37 PM

ઉત્તરાયણ માટે અને પતંગ-દોરી ખરીદવા- અને વેચવા માટે બુધવારનો દિવસ છેલ્લો છે. સામાન્ય પરિસ્થિતિમાં આગલા દિવસે આખી રાત પતંગ બજારો ધમધમતા રહે છે.

ઉત્તરાયણ માટે અને પતંગ-દોરી ખરીદવા- અને વેચવા માટે બુધવારનો દિવસ છેલ્લો છે. સામાન્ય પરિસ્થિતિમાં આગલા દિવસે આખી રાત પતંગ બજારો ધમધમતા રહે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કારણે અમદાવાદમાં રાતે 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. પોલીસે વેપારીઓ અને અમદાવાદીઓને તાકીદ કરી છે કે પગંત-દોરી ખરીદનાર-વેચનાર તમામ લોકોએ પોતાના ધરે રાતના 10 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું છે. જો રાતે 10 વાગ્યા પછી કોઇ પણ વ્યક્તિ બહાર દેખાશે તો પોલીસ કર્ફ્યૂ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી જેલમાં પૂરી દેવામાં આવશે.

ઉત્તરાયમના દિવસે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવું પડશે. ધાબા પર લોકો ભેગા ન થાય તે માટે 50 ડ્રોનથી નજર રાખવામાં આવશે. ધાબા પર ડિજે સ્પીકર વગાડી શકાશે નહી.

કંટ્રોલ ડીસીપી ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું કે, વપારીઓ અને લોકોએ રાત્રના 10 વાગ્યા પહેલા ઘરે પહોચી જવું પડશે. જો 10 વાગ્યા પછી કોઈ પણ દુકાન ચાલુ રાખશે તો જાહેરનામાંનો ભંગનો ગુનો નોધવામાં આવશે અને તેમને જેલમાં મોકલી દેવામાં આવશે.

પતંગ બજારોમાં લાઉડ સ્પીકરથી કર્ફ્યુના નીયમની જાહેરાત કરવામાં આવશે.
દિલ્હી દરવાજા, કાલુપુર ટંકશાળ, રાયપુર અને બાપુનગર વિસ્તારમાં લોકો પતંગ બજારોમાં ઉત્તરાયણની આગલી રાતે પતંગ અને દોરી ખરીદવા જાય છે. આ તમામ જગ્યા પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રહેશે. આ સાથે રાતે 10 વાગ્યાની ગાઈડલાઈનનો અમલ કરાવવા માટે પોલીસ દ્વારા લાઉડ સ્પીકરથી પણ જાહેરાત કરવામાં આવશે.

સંવેદનશીલ વસ્તારોમાં સ્થીનિક પોલીસો સાથે SRP જવાનોની કંપની રહેશે.
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં લોકોમાં પતંગ અને દોરી કાપવા માટે, તોડવા કે લુંટવા બાબતે મારામારી કે જૂથ અથડામણ જેવી ઘટનાએ થતી હોય છે. તેથી ચાલુ વર્ષે પર દર વર્ષની જેમ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાનો સહીત SRP જવાનો રહેશે.

પોલીસ બંદોબસ્ત
07 ડીસીપી
14 એસીપી
60 પીઆઈ
100 પીએસઆઈ
3500 પોલીસ કર્મચારી

 

 

 

 

 

Published On - 12:30 pm, Wed, 13 January 21

Next Video