ટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરવા નોંધણી કરાવવામાં માલપુર મેધરજમાં ધાંધિયા

ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે નોંધણી કરાવવા માટેના નોંધણી કેન્દ્ર ઉપર ધાંધિયા જોવા મળે છે. માલપુર મેધરજના નોંધણી કેન્દ્રમાં, સર્વર ડાઉન હોવાના નામે, 200માંથી માત્ર ચાર જ ખેડૂતોની, નોંધણી કરવામાં આવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ માટે નોંધણી શરૂ કર્યાના બીજા જ દિવસે નોંધણી કેન્દ્રો ઉપર ખેડૂતો ઉમટ્યા હતા. પરંતુ મેધરજ […]

ટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરવા નોંધણી કરાવવામાં માલપુર મેધરજમાં ધાંધિયા
| Updated on: Oct 02, 2020 | 1:31 PM

ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે નોંધણી કરાવવા માટેના નોંધણી કેન્દ્ર ઉપર ધાંધિયા જોવા મળે છે. માલપુર મેધરજના નોંધણી કેન્દ્રમાં, સર્વર ડાઉન હોવાના નામે, 200માંથી માત્ર ચાર જ ખેડૂતોની, નોંધણી કરવામાં આવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ માટે નોંધણી શરૂ કર્યાના બીજા જ દિવસે નોંધણી કેન્દ્રો ઉપર ખેડૂતો ઉમટ્યા હતા. પરંતુ મેધરજ તાલુકા મથકના નોંધણી કેન્દ્રમાં સર્વર ડાઉન હોવાનું નોંધણીકર્તાઓએ કહેતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. સર્વર ડાઉન હોય તો રાજ્યભરમાં તેની અસર વર્તાય પરંતુ અહીયા તો એકાદ બે કેન્દ્રોમાં જ સમસ્યા સર્જાતી હોવાનું ખેડૂતોનું કહેવુ છે.

આ પણ વાંચોઃસાબરમતી સેન્ટ્રલ જેલમાં રેડીયોમાંથી વહ્યુ કર્ણપ્રિય સંગીત, કેદીઓના મનોરંજન માટે રેડીયો પ્રિઝન સ્ટેશનનો પ્રારંભ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો