Ahmedabadમાં વધેલા કોરોના કેસ બાદ નબળુ તંત્ર ધંધાદારીઓ પર શુરૂ, 8 વોર્ડમાં ધંધાકીય એકમો રાતે 10 વાગ્યા બંધ

|

Mar 15, 2021 | 7:59 PM

Ahmedabadમાં વધતાં કોરોનાના સંક્રમણને પગલે AMCનો નિર્ણય, રેસ્ટોરંટ, મોલ, ચાની દુકાન વગેરે જેવા એકમો રાત્રે 10 વાગ્યા પછી બંધ રહેશે

Ahmedabadમાં વધતાં કોરોનાના સંક્રમણને પગલે AMCએ નવો નિર્ણય લીધો છે, રેસ્ટોરન્ટ, મોલ, ચાની દુકાન, પાનની દુકાન વગેરે જેવા એકમો રાત્રે 10 વાગ્યા પછી બંધ રહેશે. અમદાવાદના આઠ વાર્ડમાં રાત્રે 10 વાગ્યે પછી મોલ અને રેસ્ટોરન્ટ બંઘ રહેશે. અમદાવાદના જોધપુર, થલતેજ, ગોતા, પાલડી, નવરંગપુરા, માણેકચોક, રાયપુર દરવાજા, બોડકદેવ અને મણીનગરમાં રાત્રે 10 વાગ્યે બાદ ફરી લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ક્રિકેટનાં સમયે જે ભીડ તંત્રને દેખાઈ નહી તેને સરભર કરવા માટે હવે જે વોર્ડમાં સોથી વધારે કેસ છે ત્યાં જ સ્થાનિક અને નાના ધંધાદારીઓ પર તંત્રની ગાજ પડી છે અને તેમણે રાતે 10 વાગ્યા બાદ દુકાનો ખોલવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

AMC ના આ નિર્ણયને કારણે લોકડાઉન અને રાત્રી કર્ફ્યુના કારણે નુક્શાની ભોગવી ચૂકેલા વેપારીઓ અને ધંધાદારીઓ માટે વધુ એક વાર મુશ્કેલી ઉભી થઇ ગઇ છે, એક તરફ તો ચૂંટણીઓ, રાજકીય રેલીઓ અને સરકારી કાર્યક્રમોમાં હજારોની ભીડ એકત્રિત કરવાના પરિણામે જે કોરોના વિસ્ફોટ થયો છે તેનું પરિણામ ફરી એકવાર ધંધાદારીઓ ચૂકવશે.

અમદાવાદમાં કોરોનાની સ્થિતી ભયજનક

અમદાવાદમાં કોરોનાનું સંકટ વધતા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. હાલ અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 91 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમા 75 દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટનું કહેવું છે કે, ફેબ્રુઆરી મહિનામાં ઓછી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા જેના પ્રમાણમાં અત્યારે સંખ્યા વધું છે. વળી આગામી સમયમાં સંકટ વધે તો હોસ્પિટલમાં 1200 બેડ અને ઈમરજન્સીના 500 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે

 

Published On - 7:47 pm, Mon, 15 March 21

Next Video