Jamnagar: હાપા માર્કેટયાર્ડમાં મરચાની આવક વધી, મણ દીઠ 1100થી 2900 રૂપિયા મરચાનો ભાવ

|

Mar 04, 2021 | 2:35 PM

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ લાલ મરચાથી ઉભરાવા લાગ્યા છે. ગોંડલ સહિતના માર્કેટ યાર્ડમાં મરચાની આવક વધ્યા બાદ હવે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પણ મરચાની આવક વધી છે. અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો હાપા માર્કેટ યાર્ડમાં મરચા વેચવા આવી રહ્યા છે.

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ લાલ મરચાથી ઉભરાવા લાગ્યા છે. ગોંડલ સહિતના માર્કેટ યાર્ડમાં મરચાની આવક વધ્યા બાદ હવે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પણ મરચાની આવક વધી છે. અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો હાપા માર્કેટ યાર્ડમાં મરચા વેચવા આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન થોડું ઓછું છે. પરંતુ સૌરાષ્ટ્રના અનેક યાર્ડ લાલ મરચાથી છલકાઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં ગોંડલ સહીતના યાર્ડમાં મરચાની વધુ આવક થતા બે સપ્તાહ સુધી વેચાણ માટે ખેડૂતોનો વારો આવતો નથી. જેથી ખેડૂતો જામનગરના હાપા માર્કેટ યાર્ડ તરફ વળ્યા છે. હાપા માર્કેટ યાર્ડમાં છેલ્લા 1 માસથી લાલ મરચાની આવક શરૂ થઈ છે. અત્યાર સુધીમાં 30 હજારથી વધુ ભારીની આવક થઈ છે. યાર્ડમાં જગ્યાના અભાવે લાલ મરચાની નવી આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખેડૂતોને 1 મણના 1100થી 2900 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે, તો બીજી તરફ વિવિધ રાજ્યોમાંથી વેપારીઓ પણ લાલ મરચા ખરીદવા હાપા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે.

Published On - 2:33 pm, Thu, 4 March 21

Next Video