
પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ અને તેમના પૂત્ર મોનાગ પટેલ આખરે પોલીસ સમક્ષ હાજર થયા છે. મોનાગ પટેલની પત્નિ ફિઝુ પટેલને માનસિક અને શારિરીક અત્યાચાર, માર મારવા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુન્હામાં પિતા પૂત્ર ભાગતા ફરતા હતા. પોલીસની પકડથી દૂર રહેલા પિતા પૂત્ર આ કેસને નબળો પાડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યાં હતા.
નાસતા ભાગતા પિતા પૂત્રની તરફેણમાં, ફિઝુ કોર્ટમાં એફિડેવીટ કરે તે માટે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે દિવસ પૂર્વે જ લાંચ રૂપે અપાયેલા રૂ. અઢી કરોડ રોકડા ફિઝુના માસીના ઘરેથી પકડ્યા હતા. અને બન્ને પિતા પૂત્ર સામે નોંધાયેલા ગુન્હામાં વધુ એક ગુન્હો ઉમેરીને બન્નેની શોધખોળ હાથ ધરી હતી. આખરે બન્ને બાપ બેટો વસ્ત્રાપૂર પોલીસ સ્ટેશને સામેથી હાજર થતા જ પોલીસે બન્નેની ઘરપકડ કરી છે.
આ પણ વાંચોઃગીર સોમનાથમાં સરસ્વતી નદીના ધસમસતા પૂરમાં તણાયેલા બે લોકોને ગ્રામ્યજનોએ બચાવ્યા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 1:11 pm, Fri, 28 August 20