શ્રમિકો માટે મોટો નિર્ણય: કોરોના લોકડાઉન બાદ બંધ થઈ ગઈ હતી આ યોજના, ભૂપેન્દ્ર સરકારમાં ફરી થશે શરુ

|

Sep 21, 2021 | 9:41 PM

રાજ્યના શ્રમિકો માટે ચાલતી શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરાઈ રહી છે. 10 રૂપિયામાં શ્રમિકોને ટિફિન ભરી આપતી આ યોજના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ એક મહિનામાં ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના શ્રમિકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં શ્રમ કામ કરતા લોકો માટે ચાલતી શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Scheme) ફરી શરૂ કરાઈ રહી છે. જી હા શ્રમિકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં 10 રૂપિયામાં શ્રમિકોને ટિફિન ભરી આપતી અને જમાડતી આ યોજના શ્રમિકો માટે આશીર્વાદરૂપ હતી. માત્ર દસ રૂપિયામાં રોટલી અથવા થેપલાં, શાક, અથાણું કે ચટણી અને લીલાં મરચાં આપવામાં આવતા હતા.

આ યોજના ભૂપેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ (Brijesh Merja) એક મહિનામાં ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત (Gujarat) સરકારે તારીખ 18 જુલાઈ, 2017ના રોજ ગુજરાતના જે બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. જોકે કોરોનાની (Corona) મહામારીના કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ વર્ષથી બંધ હતી.

પરંતુ છેક હવે જઈને જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે. અને રાજ્યમાં કોરોનાની બીજી વેવ બાદ કેસોમાં ઝડપી ઘટાડો આવી રહ્યો છે એ જોતા રાજ્ય સરકારે આ યોજનાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રી બ્રિજેશ મેરજાનો આ નિર્ણય શ્રમિકો માટે મદદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો: Rajkot: છેક હવે પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા આ MLA, તો રોષે ભરાયેલા ગ્રામજનોએ લઇ લીધો ઉધડો!

આ પણ વાંચો: VADODARA : ઢાઢર નદી ઓવરફ્લો થતાં ડભોઇના કેટલાક ગામો પાણીમાં ગરકાવ, ડભોઇમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ

Next Video