ડમી કૌભાંડમાં યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી , જોકે યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજ સિંહ 29 એપ્રિલ સાંજે 5 કલાક સુધી રિમાન્ડ પર રહેશે.
ગત કાલે રાત્રે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ નિલમબાગ પોલીસ મથક માં યુવરાજસિંહ ની ધરપકડ કરવામાં આવી હતી અને યુવરાજ સિંહને
આખીરાત લોકઅપ માં રાખવામાં આવ્યો હતો. મેડિકલ થયા બાદ પોલીસ રિમાન્ડ માટે કોર્ટ માં લઈ ગઈ હતી. બાદમાં આજે યુવરાજ સિંહના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં ગાજી રહેલા ડમી કૌભાંડમાં રેન્જ IG ગૌતમ પરમારે સ્પષ્ટતા કરી છે કે યુવરાજ સિંહ જાડેજા પાસે સંડોવણીના કોઈ પુરાવા નથી. રેન્જ આઇજીએ જણાવ્યું હતું કે નેતાઓની સામેલગીરીના કોઈ પણ પુરાવા ન હોવાનું યુવરાજે નિવેદન આપ્યું છે. યુવરાજે કેટલાક લોકોના કહેવાથી નેતાઓના નામ આપ્યા હતા. તેમજ યુવરાજે જણાવ્યું હતું કે, મને કોઈ ધમકી મળી નથી.
ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ ઉપરાંત શિવુભા, યુવરાજસિંહના સાળા કાનભા, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો હતો.
યુવરાજસિંહે પ્રકાશ દવેનું નામ ડમી તરીકે જાહેર ન કરવા બદલ કુલ 70 લાખની માગણી કરી હતી. જે બાદ 45 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઇ. આ માટે યુવરાજના સાળા શિવુભાની ઓફિસે પ્રકાશ સાથે બેઠક કરવામાં આવી, જેમાં યુવરાજસિંહના સાળા સહિત અન્ય કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા. ડીલ મુજબ પ્રકાશ દવેએ ઘનશ્યામ લાંઘવાને 45 લાખ રૂપિયા આપ્યા હતા. ઘનશ્યામ લાંઘવાએ યુવરાજસિંહ વતી આ રૂપિયા લીધા હોવાની માહિતી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:13 pm, Sat, 22 April 23