Breaking News: અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ

અમદાવાદમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં એસ.જી હાઇવે, ગોતા, જગતપુર રોડ, નિકોલ જેવા વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે આકરી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Breaking News: અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ
| Updated on: Apr 30, 2023 | 6:48 PM

અમદાવાદમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં એસ.જી હાઇવે, ગોતા, જગતપુર રોડ, નિકોલ જેવા વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે આકરી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમદાવાદમાં  ગત રોજ વહેલી સવારે પણ  ગાજવીજ સાથે  વરસાદી ઝાપટું આવ્યું હતું.  આજે દિવસ દરમિયાન પણ  થોડી વાર તડકો તેમજ થોડી વા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સાંજે વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું હતુ.

બદલાયેલા વાતાવરણ વચ્ચે અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં બાબરીયાધારની ઘીયળ નદીમાં પુર આવ્યું છે.તેના ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રક તણાયો છે. જેમાં જી.આર.ડી જવાનો દ્વારા 5 માણસોને નદી માંથી રેસ્ક્યુ કરી બચાવ્યા છે. જયારે બાબરીધાર બર્બટાણા વિસ્તારમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.

ગુજરાતમાં ભર ઉનાળે  ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ફરી એકવાર રાજ્યના ખેડૂતોના માથે માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે..ત્યારે આજે ડાંગ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.કમોસમી વરસાદને કારણે ઉનાળું પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:32 pm, Sun, 30 April 23