Breaking News: અમદાવાદમાં પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલી રેસ્ટોરાંમાં લાગેલી આગ ઉપર મેળવાયો કાબૂ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

પ્રહલાદ નગર ગાર્ડન પાસે એપાર્ટમેન્ટમાં આવેલી રેસ્ટોરાંમાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો ચોથા માળ સુધી પહોંચ્યો હતો. અને ફાયરની 7 ગાડીઓ દ્વારા આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

| Updated on: Mar 19, 2023 | 8:52 PM

પ્રહલાદ નગર ગાર્ડન પાસે એપાર્ટમેન્ટમાં આવેલી રેસ્ટોરાંમાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો ચોથા માળ સુધી પહોંચ્યો હતો. અને ફાયરની 7 ગાડીઓ દ્વારા આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટનામાં ફાયર ઓફિસર ઘનશ્યામ વાઘેલાએ જણાવ્યું હતું કે રેસ્ટોરામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગી હતી અને રસોડામાં લાગેલી આગ ચીમની મારફતે ટેરેસ સુધી  પહોંચી ગઈ હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:53 pm, Sun, 19 March 23