Breaking News: સુરતમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, 42 ગામોને એલર્ટ કરાયા , ડુમસ અને સુવાલી બીચ બંધ રખાશે

|

Jun 07, 2023 | 12:56 PM

સુરતમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. તેમજ દરિયા કાંઠાના આસપાસના 42 ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમજ સાવચેતીના ભાગરૂપે ડુમસ અને સુવાલી બીચ બંધ રાખવામાં આવશે.

Breaking News: સુરતમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, 42 ગામોને એલર્ટ કરાયા , ડુમસ અને સુવાલી બીચ બંધ રખાશે
Surat Cyclone Alert

Follow us on

Surat: સુરતમાં વાવાઝોડાને(Cyclone Biparjoy) લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. તેમજ દરિયા કાંઠાના આસપાસના 42 ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમજ સાવચેતીના ભાગરૂપે ડુમસ અને સુવાલી બીચ બંધ રાખવામાં આવશે.અરબી સમુદ્રમાં સર્જાયેલા લો- ડ્રીપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.

વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ટકરાય તેવી શક્યતા

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે વધુ એક વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તોકતે બાદ આ વખતે સર્જાયેલ વાવાઝોડાને બિપરજોય નામ આપ્યું છે.બિપરજોય વાવાઝોડાને લઈ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આગમચેતી તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. આવનાર નવ અને 10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડાની અસર વર્તાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઇ દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે.

42 ગામોને અસર થવાની શક્યતા

વાવાઝોડાની શક્યતા ને લઇ ઇન્ચાર્જ કલેક્ટર બીકે વસાવા એ જણાવ્યું હતું કે વાવાઝોડાની શક્યતા ને લઇ મેનેજમેન્ટ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવાય છે. તંત્ર દ્વારા વિશેષ 24 કલાક કાર્યરત  કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. તેના માધ્યમથી વાવાઝોડાની તમામ અપડેટ માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ત્રણ તાલુકાના વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા છે. દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલા ચોર્યાસી, મજુરા અને ઓલપાડ તાલુકાના 42 ગામોને અસર થવાની શક્યતા છે જેને લઇ આ તમામ ગામો ને એલર્ટ કરી દેવાયા છે. અને જરૂરી સૂચનો અને માહિતી આપવામાં આવી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

દરિયાઈ વિસ્તારની નજીક આવેલા અસરગ્રસ્ત થઈ શકે તેવા 42 ગામો પર તંત્રની ખાસ નજર રાખવામાં આવી છે. અલાઇદા વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા જો આ ગામોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટે પણ જુદા જુદા સેન્ટર હોમ નિર્માણ કરવાની તૈયારી કરી દીધી છે. તે ઉપરાંત કામરેજ ખાતે એક sdrf ની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમ છતાં વધુ તેમની જરૂર પડશે તો એનડીઆરએફની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ઇન્ચાર્જ કલેક્ટર બીકે વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાની શક્યતા ને લઇ માછીમારોને દરિયો ખેડવા ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તેમને ઝડપથી પરત બોલાવી લેવામાં આવે તે પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે 9 અને 10 તારીખે સુરત  દક્ષિણ ગુજરાતમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હાલ જોવા મળી રહી છે.

ઇન્ચાર્જ કલેક્ટર એ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાને લઇ તંત્ર તમામ રીતે એલર્ટ પર છે. ત્યારે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. સમય અંતરે સમાચાર માધ્યમો અને સરકારની સૂચનાઓ પર ધ્યાન આપવામા આવે. અને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી અને અફવાઓથી સચિત રહેવા લોકોને અપીલ કરી છે.

 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:41 am, Wed, 7 June 23

Next Article