Breaking News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં થયો બે જૂથ વચ્ચે પથ્થરમારો, DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે, જુઓ Video

|

Sep 15, 2023 | 6:02 PM

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. શ્રાવણ મહિનાની અમાસને લઈ ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી. શિવજીની સવારી ઉપર પથ્થરમારો થયો હતો. બે જૂથના લોકો આમને સામને આવી જતા પથ્થરમારો થયો છે.

Breaking News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં થયો બે જૂથ વચ્ચે પથ્થરમારો, DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે, જુઓ Video

Follow us on

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં થયો બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી છે. શ્રાવણ મહિનાની અમાસને લઈ ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી. શિવજીની સવારી ઉપર પથ્થરમારો થયો છે. બે જૂથના લોકો આમને સામને આવી આ ઘટના ઘટી. જતા થયો પથ્થરમારો થયો છે. ઠાસરા ડાકોર સેવાલિયા સહિતની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જિલ્લાની એલસીબી એસઓજી સહિતનો કાફલો ઠાસરા જવા રવાના થયો છે. ખેડા એસપી રાજેશ ગઢીયા અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા છે.

હિંદુ ધર્મના પવિત્ર તહેવારોની શોભાયાત્રા પર જ વારંવાર પથ્થરમારો થાય છે. રામ નવમી હોય, ગણપતિ વિસર્જન કે પછી શિવજીની સવારી કેટલાક કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો વારંવાર અપકૃત્ય કરે છે. શાંતિને પલિતો ચાંપીને તોફાની તત્વો છટકી જાય છે.  ખેડાના ઠાસરામાં શ્રાવણ મહિનાની અમાસને લઈ શિવજીની સવારી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી 25 જેટલા લોકોએ બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો. ધાર્મિક શોભાયાત્રામાં સામેલ મહિલા અને બાળકો પર પણ પથ્થરો ઝીંકાયા. જે બાદ દોડાદોડી મચી ગઈ.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશ વ્યાપી વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 1.32 કરોડની લક્ઝ્યુરિયસ ગાડીઓ જપ્ત

બંને તરફથી શરૂ થયેલા પથ્થરમારામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.  ખેડાના ઠાસરામાં પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં આવી છે. ઠાસરા, ડાકોર અને સેવાલિયાની પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. તો ખેડા એસપી રાજેશ ગઢીયા અને ડીવાયએસપી ઘટના સ્થળે હાજર છે. પથ્થરમારાના સ્થળે હાલમાં શાંતિ છે. તેમજ જિલ્લાની એલસીબી અને એસઓજી, હોમગાર્ડ સહિતનો પોલીસનો મોટો કાફલો બંદોબસ્તમાં તૈનાત છે. સામાજિક આગેવાનોની મદદથી બંને સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ કરાઈ રહી છે. તો પથ્થરમારો કરનારા કટ્ટર માનસિકતા ધરાવતા તોફાની તત્વોને ઝડપવા પોલીસ તપાસ ચલાવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:49 pm, Fri, 15 September 23

Next Article