Breaking News : RSS વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે, સંઘના કાર્યક્રમોમાં આપશે હાજરી

|

Apr 12, 2023 | 5:58 PM

14 એપ્રિલે મોહન ભાગવત ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 14 અને 15 એપ્રિલ એમ બંને દિવસોમાં તેઓ અનેક બેઠક પણ કરવાના છે. બેઠકોની સાથે 14 એપ્રિલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર તેઓ શક્તિ પ્રદર્શન કરવાના છે. સાથે જ 10 હજારથી પણ વધુ કાર્યકરો-સ્વયંસેવકોને સંબોધન કરવાના છે.

Breaking News : RSS વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે, સંઘના કાર્યક્રમોમાં આપશે હાજરી
Rss Chief Mohan Bhagwat

Follow us on

2024ની ચૂંટણી પહેલા RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે. RSS વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાત આવશે અને GMDC ગ્રાઉન્ડ પર શક્તિ પ્રદર્શન થશે. 14 અને15 એપ્રિલે મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે આવવાના છે. 14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર સ્વયંસેવકોને તેઓ સંબોધન કરશે. 10 હજારથી વધુ સ્વયંસેવકો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

લોકસભા ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન એક સૂચક બાબત

RSS દ્વારા અનેક કાર્યક્રમો થતા રહેતા હોય છે. પરંતુ RSSના વડા મોહન ભાગવતનું કોઇપણ જગ્યાએ જઇને શક્તિપ્રદર્શન કરવુ એ હંમેશા સૂચક હોય છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે. ભાજપે ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. RSS દ્વારા ભાજપને એક પ્રકારે સમર્થન કરવામાં આવતુ હોય છે. ખાસ કરીને ચૂંટણી સમયે જોવા મળતુ હોય છે કે RSSના અનેક કાર્યકર્તા-સ્વયંસેવકો ભાજપ તરફી કેમ્પેઇન કરતા હોય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો- Gandhinagar: સીએમ ભૂપેન્દ્ર પટેલની બ્રિટીશ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સભ્યો સાથે બેઠક, રાજયમાં ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ અંગે ચર્ચા

14 એપ્રિલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર RSSનું શક્તિ પ્રદર્શન

આ તમામની વચ્ચે 14 એપ્રિલે મોહન ભાગવત ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 14 અને 15 એપ્રિલ એમ બંને દિવસોમાં તેઓ અનેક બેઠક પણ કરવાના છે. બેઠકોની સાથે 14 એપ્રિલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર તેઓ શક્તિ પ્રદર્શન કરવાના છે. સાથે જ 10 હજારથી પણ વધુ કાર્યકરો-સ્વયંસેવકોને સંબોધન કરવાના છે.

વર્ષ 2015 પછી હવે ગુજરાતમાં જંગી સભા સંબોધશે

વર્ષ 2015માં મોહન ભાગવતે ગુજરાતની અંદર જંગી જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. ત્યાર બાદ આટલા સમયે ફરી એકવાર મોહન ભાગવત સભા સંબોધન કરવા જઇ રહ્યા છે. કાર્યકર્તાઓમાં નવુ જોમ પુરવાની વાત હોય કે પછી સ્વયંસેવકોને એક પ્રકારના ટાસ્ક આપવાની વાત હોય, મોહન ભાગવત હંમેશા કાર્યકરોને પ્રોત્સાહન આપતા રહે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 5:28 pm, Wed, 12 April 23

Next Article