Breaking News : અંબાજીના દાંતા પંથકમાં બરફના કરા સાથે વરસાદ, ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન

|

Mar 18, 2023 | 8:04 PM

ગુજરાતના હવામાનમા આવેલા બદલાવ બાદ આજે બનાસકાંઠા જિલ્લાના અંબાજીના દાંતા પંથકમા બરફના કરા સાથે વરસાદ પડ્યો છે. જેમાં ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે.

Breaking News : અંબાજીના દાંતા પંથકમાં બરફના કરા સાથે વરસાદ, ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન
Ambaji Rain

Follow us on

ગુજરાતના હવામાનમા આવેલા બદલાવ બાદ આજે બનાસકાંઠા જિલ્લાના અંબાજીના દાંતા પંથકમા બરફના કરા સાથે વરસાદ પડ્યો છે. જેમાં ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે.તેમજ કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાનીની દહેશત ઉભી થઇ છે. જેમાં અંબાજી દાંતા પંથકમાં ખેડૂતોએ ઘઉંનુ વાવેતર કરેલું હતું. ખેડૂતોને હાથમાં આવેલો પાક ઝૂંટવાઈ ગયો છે. તેમજ ઘઉંના બાંધેલા પુડા વરસાદી પાણીમાં તરબોળ જોવા મળ્યા હતા. આ ઉપરાંત સર્વે કરાવી અને વળતર ચૂકવવાની ખેડૂતોએ માગ કરી છે.

ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદ

આગાહી અનુસાર ગઈકાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. તો ક્યાંક કરા પણ પડ્યા હતા. અરવલ્લી અને મોડાસા પંથકમાં કરા પડ્યા હતા. વણિયાદમાં રસ્તા પર કરાની સફેદ ચાદર છવાતા કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.

વીજળી પડતા 5 લોકોના થયા મોત

મધ્ય ગુજરાતના વડોદરામાં ગોત્રી અને ગોરવા વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના સોનગઢ અને ડાંગમાં કરા પડતા લોકોમાં કૂતુહલ સર્જાયું. બીજી તરફ રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં કુલ 5 વ્યક્તિના મોત થયા. તો દાહોદમાં વીજળી પડવાના કારણે 2 પશુઓના મોત થયા હતા.

હજુ ચાર દિવસ કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી

ગુજરાતના ખેડૂતો પર હજુ માવઠાનું સંકટ રહેશે યથાવત. રાજયમાં હજુ 4 દિવસ  કરા સાથે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ કહેર વર્તાવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની સંભાવના છે. ભારે પવન સાથે અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર શહેરમાં કમોસમી વરસાદની શકયતા છે.

ઘણી જગ્યાએ કરા પડતા બરફ જેવી ચાદર છવાઇ

વણિયાદમાં રસ્તા પર કરાની સફેદ ચાદર છવાતા કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા. મધ્ય ગુજરાતના વડોદરામાં ગોત્રી અને ગોરવા વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતના સોનગઢ અને ડાંગમાં કરા પડતા લોકોમાં કૂતુહલ સર્જાયું.

આ પણ વાંચોGujarati Video: રાજકોટમાં નાફેડ દ્વારા ગુણવત્તાવાળી ડુંગળી જ ખરીદતા ખેડૂતોમાં રોષ

 

Published On - 5:38 pm, Sat, 18 March 23

Next Article