
Gujarat Weather : આગામી ત્રણ ક્લાકને લઈ હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યુ છે. જેમાં આગામી 3 કલાકને લઇને કરી વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવીટી અને 40 કિમીની ગતિએ પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
થંડરસ્ટોર્મ એક્ટિવીટી સાથે મહેસાણા, સાંબકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રનાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીરસોમનાથ, મોરબી, બોટાદ, દીવ અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હજુ ગુજરાત માટે આજનો દિવસ વધુ ભારે છે. કેમ કે આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી. તો આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રેહશે. આજે અમરેલી, જૂનાગઢ, નવસારી, વલસાડ, દમણ, સુરતમાં આજે અત્યંત ભારે થી અતિભારે વરસાદની આગાહી. 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રેહશે.
વરસાદને કારણે કચ્છના 20 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ. ગજણસર, કારાધોધા, ડોણ અને કંકાવતી ડેમ છલકાયો. અંજારનો ટપ્પર ડેમ 88 ટકા ભરાતા 9 દરવાજા ખોલાયા. જિલ્લામાં વરસાદ થતા અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે.
Published On - 7:21 pm, Sat, 1 July 23