ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક બાદ રાજ્યભરની તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે ડીજી ઓફિસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં ડીજીપી, એડીજીપી, આઈબી, સીઆઈડી એડીજીપી સહિતના અધિકારીઓ હાજર છે. આ બેઠક બાદ જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને રાજયભરની જેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં એસપી સહિતનો પોલીસ કાફલો જેલમાં તૈનાત છે અને એસપી, ડીવાયએસપી, પી.આઈ સહિતના અધિકારીઓ હાજર છે.
ભાવનગર જેલમાં પણ મોટા પોલીસ કાફલા સાથે જિલ્લા જેલમાં દરોડા પડ્યા છે
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક સાબરમતી જેલની મુલાકાતે પહોંચ્યા હતા. જેને લઇને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાહીબાગ ખાતેનો કાર્યક્રમ પડતો મૂકીને સાબરમતી જેલ પહોંચ્યા હતા. જેમાં તે જેલમાં કયા મુદ્દે મુલાકાત માટે ગયા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમની સાથે રાજય જેલ વડા પણ હાજર રહ્યા હતા.
મંત્રીએ બે કલાકથી વધુ સમય મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલ સહિત સમગ્ર જેલ વ્યવસ્થાઓ તથા કેદીઓને અપાતી સુવિધાઓનું પણ સ્વનિરીક્ષણ કર્યું હતું.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 9:46 pm, Fri, 24 March 23